News of Wednesday, 9th July 2025
ઝેરી દવાવાળા ડબલાથી પાણી પી લેતાં ૨૧ વર્ષના રવિનું મોત
વિસાવદરના લાલપુરનો બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૯: વિસાવદરના લાલપુર ગામે રહેતાં એકવીસ વર્ષના યુવાને રાતે વાડીએ ભુલથી ઝેરી દવાવાળા ડબલાથી પાણી પી લેતાં ઝેરી અસર થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ લાલપુર રહેતો રવિ મનસુખભાઇ લુહાર (ઉ.વ.૨૧) ગત રાતે વાડીએ હતો ત્યારે ઝેરી અસર થતાં વિસાવદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા સહિતે વિસાવદર પોલીસને જાણ કરી હતી. પિતા મનસુખભાઇના કહેવા મુજબ રવિ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. વાડીએ પાણી વાળવા ગયો ત્યારે ભુલથી દવાવાળા ડબલાથી પાણી પી લેતાં ઝેરી અસર થઇ હતી. પોલીે વધુ તપાસ હાથ ધરી હતી
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
