<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ગોમટાથી પત્‍નિને તેડવા ગોંડલ આવેલા સનીને સસરાએ પાઇપથી ફટકાર્યો

પખવાડીયાથી પત્‍નિ રિસામણે આવી હોઇ મનાવવા આવતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૯: ગોંડલના ગોમટા ગામે રહેતાં સની અશોકભાઇ સોલંકી (ઉ.વ.૩૨)ને ગોંડલમાં સિવિલ હોસ્‍પિટલ સામે રામ મંદિર નજીક રહેતાં તેના સસરા કાળુભાઇ શામજીભાઇએ લોખંડના પાઇપથી માર મારતાં લોહીલુહાણ થઇ જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

સનીના કહેવા મુજબ તે બકાલુ અને ફ્રુટ વેંચી ગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ દિકરા અને ત્રણ દિકરી છે. પત્‍નિ બેના પંદરેક દિવસ પહેલા ઝઘડો કરી ગોંડલ માવતરે રીસામણે આવી ગઇ હતી. પોતે ગઇકાલે પત્‍નિને મનાવવા અને તેડવા આવતાં સસરા કાળુભાઇએ હવે એને મારે તારી સાથે નથી મોકલવી તેમ કહી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડાએ ગોંડલ એ-ડિવીઝનને જાણ કરી હતી.

(11:51 AM IST)