<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

આપાગીગાના ઓટલે કાલે ભવ્‍યાતિ ભવ્‍ય ગુરૂપૂર્ણિમા મહોત્‍સવ ઉજવાશે

કાલે સવારે ૧૧ વાગે પૂજ્‍ય જીવરાજ બાપુ ગુરૂ શામજીબાપુનું પૂજન : સવારની આરતી, બપોરે વિશિષ્ટ મહાપ્રસાદ : સંતો તેમજ સેવકો માટે ભોજન મહાપ્રસાદ : ભંડારો : સૌને ગુરૂપૂર્ણિમાનો લાભ લેવા માટે શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજ બાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)નું જાહેર નિમંત્રણ : ભાવિકજનો તેમજ સંત સમુદાયના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવશે

રાજકોટ : રાજકોટ-ચોટીલા હાઈવે પર મોલડી ગામના વળાંક પાસે આવેલા, છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી સમગ્ર સમાજ માટે આસ્‍થાનું કેન્‍દ્ર બનેલા શ્રી આપાગીગાના ઓટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૦ જુલાઈ, ૨૦૨૫, ગુરુવાર ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્‍સવની દિવ્‍ય અને ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. આ મહોત્‍સવ આવતીકાલે સવારે ૧૧ કલાકે શરૂ થશે, જેમાં પરમ પૂજનીય સદ્દગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુ તેમજ પરમ પૂજનીય શ્રી શામજીબાપુ ગુરુશ્રી લક્ષ્મણબાપુની પ્રતિમાઓનું વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા પૂજન કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક સાધુ-સંતો અને સેવકોને પણ વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા અલગ અલગ રીતે પૂજન કરાવવામાં આવશે. આ પુણ્‍ય અવસરનો લાભ લેવા માટે આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી (પૂજ્‍ય નરેન્‍દ્ર બાપુ ગુરુ જીવરાજ બાપુ) દ્વારા સર્વે સેવકશ્રીઓને હૃદયપૂર્વકનું ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ગુરુપૂર્ણિમાનું મહત્‍વ અને પરંપરાઓ : સમગ્ર દેશમાં આદરણીય સત્તાધારધામના સંત બ્રહ્મલીન પરમ પૂજ્‍ય સદ્દગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુના  શિષ્‍ય અને શ્રી આપાગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) દ્વારા ગુરુપૂર્ણિમાના મહત્‍વ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું કે પહેલાના સમયમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિતારામ સાધુઓ તેમજ ગીરી-પરી-ભારથી જેવા સાધુ-સંતો દ્વારા રામમંદિરો અને શિવમંદિરોમાં પૂજન કરવામાં આવતું હતું. ગુરુપૂર્ણિમાના દિવસે ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં બાળકોને કંઠી ગુરુ અને કાનગુરુ તરીકે માળાઓ પહેરાવી ગુરુમંત્રો આપવામાં આવતા હતા, જેનાથી સમગ્ર ગુરુજનોનું સમાજમાં ખૂબ માન અને સન્‍માન જાળવવામાં આવતું હતું. ‘ગુરુ વિના જ્ઞાન ન મળે' તેવી જૂની કહેવતો પણ પ્રચલિત હતી.

ગુરૂ ધારણ કરવાની વર્તમાન પ્રાસંગિકતા : મહંતશ્રી નરેન્‍દ્રબાપુએ વર્તમાન સમયમાં આવી પ્રથાઓ ઓછી થવા છતાં ગુરુના મહત્‍વ પર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્‍યું કે, કોઈ પણ વ્‍યક્‍તિ પોતાની આસ્‍થા અને શ્રદ્ધાના સ્‍થળોને તેમજ તે સ્‍થળોના મહંતશ્રીઓ અને સાધુ-સંતોને પોતાના ગુરુ તરીકે માનસિકતાથી સ્‍વીકારી શકે છે. દરેક વ્‍યક્‍તિએ કોઈને કોઈ પ્રકારે ગુરુ ધારણ કરવા જોઈએ, કારણ કે જેને આપણે ગુરુ તરીકે માનીએ છીએ તેમના ભેખમાં એક અલૌકિક શક્‍તિ હોય છે જે હંમેશા પોતાના શિષ્‍યો માટે સકારાત્‍મક ઊર્જા લઈને તેમનું રક્ષણ કરે છે. ગુરુદેવનું શરીર આપણી સમક્ષ હોવું જરૂરી નથી; આપણે ગુરુને તન અને મનથી પણ ધારણ કરીને તેમની પૂજા કરી શકીએ છીએ.

ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ નજીક આવતા પરમ પૂજ્‍ય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુના સમગ્ર શિષ્‍ય સમુદાય, સેવકો અને ભાવિકજનોમાં ખુશીનો માહોલ છે, કારણ કે તેઓ આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

ગુરૂપૂર્ણિમા : જ્ઞાન અને ભક્‍તિનો સંગમ

આ મહોત્‍સવ માનવતાનું મનોહર મંદિર સમાન છે, જ્‍યાં પ્રત્‍યેક માનવ આ મંગલ મંદિરનો યાત્રી છે. પરમપિતા પરમાત્‍મા અને મા ભગવતી દ્વારા પ્રેરણાનોસ્ત્રોત પ્રાપ્ત થાય છે. ભક્‍તિથી પ્રીતનું શુભત્‍વ જાગે છે અને સત્‍સંગથી માનવ જીવનયાત્રા સરળ બને છે. સત એટલે બ્રહ્મ, અને બ્રહ્મનો સંગ એટલે જ સત્‍સંગ. સત્‍સંગમાં સંત સંગ ભળે તો જીવન ધન્‍ય બની શકે છે. શ્રી આપાગીગાના ઓટલે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સંતો-મહંતોની હાજરીમાં ભક્‍તિ, ભોજન અને શક્‍તિનો ત્રિવેણી સંગમ યોગ થશે. ગુરુપૂર્ણિમા એ ચાર વેદોના રચયિતા પરમ પૂજનીય વ્‍યાસજીનો જન્‍મદિન હોવાથી તેને વ્‍યાસપૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૂજન, આરતી અને મહાપ્રસાદ : પરમ પૂજનીય સદ્દગુરુદેવશ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુના પુણ્‍ય સંત સ્‍મરણો દ્વારા શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુએ જણાવ્‍યું કે સદ્દગુરુદેવ શિષ્‍યના અંતરના ઓરડામાં ઓજસના અજવાળા પાથરી, તેમને ગાઢ અંધકારમાંથી દિવ્‍ય ઉજાસ તરફ લઈ જવાનું દિવાદાંડીનું કામ કરે છે. ભારતીય શાષાોએ સદ્દગુરુને દેવ સમાન માનવાનો ઉપદેશ આપ્‍યો છે. રામાયણ, મહાભારત અને આ કળિયુગમાં પણ અનેક રાજવીઓએ પોતાના સદ્દગુરુશ્રીઓ પાસેથી શાષા અને શષાનું ઉત્તમ જ્ઞાન મેળવ્‍યું છે. સદ્દગુરુ તો જીવનની દરેક ક્ષણમાં વંદનીય જ હોય છે, પરંતુ ગુરુપૂર્ણિમા એ સદ્દગુરુદેવના સવિશેષ ગુણગાન ગાવા માટેનો એક મોટો અવસર છે.

આષાઢ સુદ પૂનમના રોજ આવતીકાલે તા. ૧૦ જુલાઈ, ૨૦૨૫, ગુરુવાર ના રોજ શ્રી આપાગીગાના ઓટલે સવારે ૧૧:૧૫ કલાકે સંતો-મહંતો તેમજ ભક્‍તજનોની હાજરીમાં પરમ પૂજ્‍ય સદ્દગુરુદેવ શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુની પ્રતિમાનું સમગ્ર સાધુ-સંતો તેમજ ભક્‍તો દ્વારા પૂજન કરી આરતી કરવામાં આવશે. સમગ્ર ભક્‍તજનને સંતોના દર્શન, વાણી અને આશીર્વાદનો લાભ મળશે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષાોક્‍ત વિધિ તેમજ મંત્રોચ્‍ચારથી સમગ્ર ભક્‍તજનોને પણ પરમ પૂજ્‍ય શ્રી જીવરાજબાપુ ગુરુશ્રી શામજીબાપુ તેમજ શ્રી શામજીબાપુ ગુરુશ્રી લક્ષ્મણબાપુનું પૂજન અને અર્ચન કરવાનો વ્‍યક્‍તિગત ધોરણે અવસર મળશે, જેનાથી ‘સોનામાં સુગંધ ભળશે.' ત્‍યારબાદ, સમગ્ર સાધુ સમાજ તેમજ પધારેલ સમગ્ર ભક્‍તગણ માટે બપોરે બે મિષ્ટાન, ફરસાણ, દાળ, ભાત, અને બે શાક સાથેનો વિશેષ મહાપ્રસાદ (ભોજન) આપવામાં આવશે.

શ્રી નરેન્‍દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી) દ્વારા સર્વે ભાવિકજનો, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો અને સમગ્ર સમાજના લોકોને ગુરુપૂર્ણિમા મહોત્‍સવનો લાભ લઈ આધ્‍યાત્‍મિક જીવનમાં આગળ વધવા માટે ભાવભર્યું જાહેર નિમંત્રણ છે.

શ્રી આપાગીગાના ઓટલે છેલ્લા ૧૩ વર્ષથી ચોવીસ કલાક કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વે ભાવિકજનો અને યાત્રાળુઓ માટે મહા-સાદ અને વિશ્રામ (ઉતારા)ની વ્‍યવસ્‍થા અવિરતપણે ચાલી રહી છે. આ સેવાયજ્ઞ છેલ્લા ૧૨ વર્ષથી પણ વધુ સમયથી નિરંતર ચાલી રહ્યો છે.

વૃક્ષારોપણ અને પર્યાવરણનું મહત્‍વ

ગુરુપૂર્ણિમા મહોત્‍સવની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવશે. વળક્ષોને પ્રકળતિના ભવ્‍ય ભાલ પરની સૌભાગ્‍યબિંદી સમાન ગણાવી, મહંતશ્રીએ જણાવ્‍યું કે વળક્ષો પ્રકળતિના પુરવઠા પ્રધાનો છે. વળક્ષોની શીતળ છાયામાં ઋષિમુનિઓ દ્વારા જ્ઞાનના તેજ પૂંજ જેવા ગ્રંથો લખવામાં આવ્‍યા છે. ભારતીય સંસ્‍કળતિએ હંમેશા વળક્ષોના મહિમાનું અમરગાન કર્યું છે. વ્‍યાપક વળક્ષારોપણ હાલના સમયની સૌથી મોટી માંગ છે. વળક્ષો સમગ્ર જીવસળષ્ટિ માટે જીવનસ્ત્રોત સમાન છે.

તાજેતરમાં આવેલી કોરોના મહામારીમાં આપણને સૌને ઓક્‍સિજનનું મહત્‍વ સમજાયું છે, અને ઓક્‍સિજન સમગ્ર વળક્ષોમાંથી ઉત્‍પન્ન થાય છે. આદિવાસી સમાજ પણ સમગ્ર કુદરતી સંપત્તિઓને ભગવાન તરીકે પૂજે છે. આથી, ગુરુપૂર્ણિમા મહોત્‍સવની સાથે ‘શ્રી આપાગીગા ઓટલા' ના સંકુલમાં સંતો, ભક્‍તો વગેરે લોકોના હસ્‍તે વિવિધ પ્રકારનું વળક્ષારોપણ પણ કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમા મહોત્‍સવ આધ્‍યાત્‍મિક જ્ઞાન, પરંપરાગત મૂલ્‍યો અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંગમ બની રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(2:08 PM IST)