<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

જામનગરના મોટી બાણુગારમાં ર ઇંચ વરસાદ

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયુ વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે વરસતા ઝાપટા

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદી વાતાવરણ સાથે ધીમે-ધીમે ચોમાસુ જામતુ જાય છે. અને અનેક જીલ્લાઓમાં વરસી જાય છે.

ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદ વરસવાનુ શરૂ કરતા ખેડુતોમાં ખુશાલી છવાઇ ગઇ છે. અને ખેડુતોએ વાવણી કાર્ય આરંભી દીધુ હતું. વાવણી બાદ પણ વરસાદ વરસવાનુ ચાલુ રહેતા પાકને ફાયદો થયો છે. અને વાવણી બાદ સમયસર વરસાદથી ઉત્‍પાદન વધવાની આશા છે.

છેલ્લા ૨૪ કલાકમાં હળવા-ભારે ઝાપટા યથાવત છે. જામનગરના મોટીબાણુગારમાં ર ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ધ્રોલ, લાલપુર, તાલાલા, ઉના, ખંભાળીયા, કલ્‍યાણપુર, ભાણવડમાં વરસાદી ઝાપટા પડયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને ર ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેમાં મોટી બાણુગારમાં ર ઇંચ, ફલ્લા અને બાલંભામાં દોઢ ઇંચ તથા જામનગરમાં સવા ઇંચ, જોડીયા, પીઠડમા પોણો ઇંચ, મોટી ભલસાણ અને લતીપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

(12:24 PM IST)