News of Wednesday, 9th July 2025
પોરબંદર જીલ્લામાં વયોવૃધ્ધ વડીલોના ઘેર જઈને આયુષ્યમાન કાર્ડ તૈયાર કરી આપવાની કામગીરી
આરોગ્યતંત્રીની અનોખી સેવાઃ કાર્ડ ઉપર ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે સાવાર

પોરબંદર, તા.૯: પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વડીલ નાગરિકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી ‘વયોવળદ્ધ આયુષ્માન યોજના' અંતર્ગત ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈને આરોગ્ય કેન્દ્ર સુધી ન પહોંચી શકતા વયોવળદ્ધ નાગરિકોના ઘર પર જ તેમનું આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ઘરે જઈને આયુષ્માન વય વંદના યોજના ચાલુ થઈ એ પહેલાથી અત્યર સુધીમાં ૨૫,૬૧૧ વળદ્ધોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ કામગીરીથી વડીલ નાગરિકોને હવે બિનજરૂરી ધક્કા નહિ ખાવા પડે અને સરકારી તથા સરકારશ્રી દ્વારા નિયત કરેલ ખાનગી હોસ્પિટલોમાં દર વર્ષે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર સંપૂર્ણ રીતે વિનામૂલ્યે મળી રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
