<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

ન્‍હાવા પડેલા બાળકનું ડુબી જતા મોતઃ ખંભાળીયા તાલુકાનો બનાવ

પાણી પીવા જતા કુવામાં ખાબકેલા પરપ્રાંતીય શ્રમિકનું મૃત્‍યુ સંતાન થતા ન હોવાથી સઇ દેવળીયાના યુવાને જિંદગી ટુંકાવી

જામ ખંભાળિયા, તા. ૦૯: તાલુકાના પીર લાખાસર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો ૧૨ વર્ષનો પુત્ર જુનેદ ગઈકાલે મંગળવારે બપોરના સમયે સરકારી સ્‍કૂલની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ન્‍હાવા પડતા અકસ્‍માતે ડૂબી જવાના કારણે તેનું મળત્‍યુ નિપજ્‍યું હતું. આ અંગેની જાણ કાસમભાઈ દેથાએ અહીંની પોલીસને કરી છે.

ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા કમલેશભાઈ ઉર્ફે કનુભાઈ નારણભાઈ મોરી નામના ૩૦ વર્ષના રબારી યુવાનને સંતાન થતા ન હોવાથી તેમજ તેમને સંતાન થવાની શકયતા નહિવત હોવાના કારણે તેમને મનમાં લાગી આવતા, તેમણે ઘાસ બાળવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેથી તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. જ્‍યાં તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

મધ્‍યપ્રદેશ રાજ્‍યના અલીરાજપુર જિલ્લાના મૂળ રહીશ અને હાલ કલ્‍યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા કૈલાશભાઈ કાશીયાભાઈ જમરા નામના ૪૦ વર્ષના યુવાન સોમવારે વાડીના રહેણાંક મકાનની પાછળ આવેલા ખુલ્લા કુવામાં ખોબા વડે પાણી પીતા હતા. ત્‍યારે અકસ્‍માતે કૂવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના પત્‍ની રેન્‍દાબેન કૈલાશભાઈ જમરા (ઉ.વ. ૩૯) એ કલ્‍યાણપુર પોલીસને કરી છે

(1:18 PM IST)