<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

વિસાવદરમાં મગફળી ખરીદી પ્રશ્ને ગોપાલ ઇટાલિયાની સફળ રજૂઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા. ૯: આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવ્‍યા અનુસાર વિસાવદર યાર્ડમાં ગોડાઉનની જગ્‍યા ફાળવવાની ના પડાતા, ગોડાઉન ન હોવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી મગની ખરીદી ચાલુ થયેલ ન હતી. જેથી મગની ખરીદી બાબતે ખેડૂતો તરફથી ધારાસભ્‍ય ગોપાલ ઈટાલિયાને રજૂઆત કરવામાં આવતા, ગોપાલ ઈટાલીયાએ જિલ્લા ખેતીવાડી (વિસ્‍તરણ) અધિકારી તેમજ જિલ્લા કલેક્‍ટરશ્રીને રજૂઆત કરેલ હતી. જિલ્લા ખેતીવાડી (વિસ્‍તરણ) અધિકારીએ અને જિલ્લા કલેક્‍ટરશ્રીએ ખેડૂતલક્ષી રજૂઆતને હકરાત્‍મક રીતે ધ્‍યાને લઈને, તાત્‍કાલિક પ્રાઈવેટ ગોડાઉનને મંજૂરી આપતા વિસાવદરમાં મગની ખરીદી પ્રશ્ને રજૂઆતને સફળતા મળેલ છે.(

(1:48 PM IST)