News of Wednesday, 9th July 2025
નરેશભાઈ પટેલનો ૬૦મો જન્મદિવસ : મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે અનોખી ઉજવણી

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ આગામી ૧૧ જુલાઈએ તેમનો ૬૦મો જન્મદિવસ મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે સમર્પિત સેવાકીય પ્રવળત્તિઓ સાથે ઉજવશે. છેલ્લા ૨૫ વર્ષથી ચાલતી મેગા બ્લડ ડોનેશન કેમ્પની પરંપરાને બદલે, આ વર્ષે તેમનો જન્મદિવસ સમાજના સૌથી જરૂરિયાતમંદ વર્ગને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને શ્રી નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલા લગભગ ૭૦ આશ્રમોમાં ૬,૦૦૦થી વધુ મનોદિવ્યાંગો અને દિવ્યાંગો માટે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવાકીય પ્રવળત્તિઓમાં ભોજન, સ્કૂલબેગ, સ્ટેશનરી, યુનિફોર્મ, કરિયાણું, ફ્રિઝ, ટીવી, કોમ્પ્યુટર, સાબુ, તેલ, બેડશીટ, ધાબળા, ચાદર, રેઈનકોટ, છત્રી જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાશે.
આ સેવાકીય કાર્ય ગુજરાતના રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ભરૂચ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મેંદરડા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, ભુજ, બોટાદ, મહેસાણા, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા તેમજ ગુજરાત બહાર પુણે અને ચેન્નઈ સહિતના સ્થળોએ હાથ ધરાશે. ખોડલધામની સ્થાનિક ટીમો આશ્રમોની રૂબરૂ મુલાકાત લઈ જરૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કરશે.
રાજકોટ જિલ્લામાં ૧૫ જેટલી મનોદિવ્યાંગ અને દિવ્યાંગ સંસ્થાઓમાં સેવાકીય પ્રવળત્તિઓ યોજાશે. જેમાં મુખ્યત્વે પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન : ૨૦૦ બાળકોને વાઈબ્રન્ટ બ્રશ. એકરંગ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટયૂટ : કરિયાણું. કાલાવડ રોડ પર માનસિક ક્ષતિવાળા બાળકોનું ગળહ : શૌચાલય રિનોવેશન. ધી સોસાયટી ફોર ધી મેન્ટલ રિટાર્ડેટ આશ્રમ : સ્કૂલ યુનિફોર્મ. હીના ફાઉન્ડેશન અને મધર ટેરેસા આશ્રમ : કરિયાણું, બ્લેન્કેટ અને કોસ્મેટિક વસ્તુઓ. વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગળહ : કરિયાણું. શ્રી અને શ્રીમતિ છ.શા. વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ : ૨૬૦ બાળકોને સ્કૂલબેગ. કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમઃ બ્લેન્કેટ. ત્રંબા પાસેના મંદબુદ્ધિના બાળકોનો આશ્રમ : કરિયાણું. અંધ અપંગ માનવ કલ્યાણ ટ્રસ્ટ : યુનિફોર્મ. પરમાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ : બાળકોને ભોજન અને બ્લેન્કેટ વિતરણ. ઉપલેટાના દિવ્યજ્યોત મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા : કપડાં. જેતપુરના હેમતુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ : મિક્સર, સાબુ, શેમ્પુ, પાઉડર. ગોંડલના મા અમરધામ આશ્રમ : કપડાં.
આ તમામ સ્થળોએ શ્રી ખોડલધામ સમિતિ રાજકોટ શહેર, જિલ્લા અને તાલુકાની ટીમ રૂબરૂ જઈને સેવા આપશે.
શ્રી નરેશભાઈ પટેલનો આ નિર્ણય સમાજ પ્રત્યેની તેમની ઊંડી સંવેદનશીલતા અને નિસ્વાર્થ સેવાભાવના દર્શાવે છે. જાહેર જનતાને પણ આ સેવાકીય કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં, જે કોઈ રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન કરવું હોય, તેઓ રાજકોટ શહેરમાં આવેલી રેડક્રોસ બ્લડ બેંકનો સંપર્ક કરીને રૂબરૂ જઈને રક્તદાન કરી શકે છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
