News of Wednesday, 9th July 2025
ધ્રોલના હત્યાની કોશિષના ગુનામાં ફરાર શખ્સને એલસીબી ઝોન-૨ ટીમે પકડયો
ગોવર્ધન ચોકમાં રહેતાં દશરથસિંહ વિરૂધ્ધ ગયા વર્ષે ગુનો નોંધાયો હતોઃ નાસતા ફરતા સ્ક્વોડની કામગીરી

રાજકોટ તા. ૯: જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ હત્યાની કોશિષના ગુનામાં નાસતા ફરતાં શખ્સને એલસીબી ઝોન-૨ની નાસતા ફરતા સ્ક્વોડની ટીમે પકડી લઇ ધ્રોલ પોલીસને સોંપવા કાર્યવાહી કરી હતી.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી દશરથસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૩૫-રહે. ૧૫૦ રીંગ રોડ, ગોવર્ધન ચોક, મવડી હુડકો ક્વાર્ટર નં. ૧૬)ને રાજકોટમાંથી પકડી લેવાયો હતો. આ શખ્સ સામે ગયા વર્ષે ધ્રોલમાં રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધાયો ત્યારેથી તે ફરાર હતો. અગાઉ પણ તેની સામે રાજકોટ તાલુકા પોલીસમાં મારામારીનો એક ગુનો નોંધાયો હતો. પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી. (
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
