News of Wednesday, 9th July 2025
પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં બોટ પલટી: એક મહિલાને ઇજા
બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડી આવ્યા:ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા

અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના થતાં ટળી છે. જેમાં રાજુલામાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટ ઓલવરલોડ હોવાના કારણે પલટી ખાઈ ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
અમરેલીમાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતાં સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરતા બોટ પલટી મારી ગઈ હતી. બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 1 મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા છે.
શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ રહે છે. રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે. બોટ પલટી મારવાની ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
