<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

જામનગરના અસામાજીક શખ્સ પુનિત ઉર્ફે પુનિયાને તડીપાર કરતી સીટી એ ડિવિઝન પોલીસ

જામનગર જિલ્લામા અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા હદપારી તથા પાસા દરખાસ્તો તૈયાર કરવા સુચના

 જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જિલ્લામા અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા હદપારી તથા પાસા દરખાસ્તો તૈયાર કરવા સુચના આપવામા આવેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાનાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધમા હદપારી દરખાસ્ત તૈયાર કરી, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાનાઓ મારફતે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જામ શહેર વિભાગ પી.બી.પરમારનાઓ તરફ મોકલતા સબ.ડીવી.મેજી.નાઓએ  હદપાર કરવા હુકમ કરતા પો.ઈન્સ.એન.એ.ચાવડા નાઓએ હુકમની બજવણી કરી જામનગર જિલ્લામાથી હદપાર કરવા તજવીજ કરેલ છે.

   પુનીત ઉર્ફે પુનીયો બાડો બીપીનભાઇ દાણીધર જાતે. બાવાજી (ઉવ.૨૫) ધંધો મજુરી ( રહે. સાધના કોલોની જલારામ મંદિર ચોક બ્લોક નં-એમ-૧૧ રૂમ નં-૨૬૪૩ જામનગર) શરીર સંબંધી ગુન્હાઓ-૦૪ પ્રોહીબીશનના ગુન્હાઓ-૦૬

  આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પકેટર એન.એ.ચાવડા સાહેબ તથા એ.એસ.આઇ. એમ.એચ. ચંદ્રપાલ, એ.એસ.આઇ. મહિપાલસિહ એમ. જાડેજા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ.કે.ઝાલા પો.હેડ કોન્સ. પ્રદિપસિંહ ટી. જાડેજા, પો.કોન્સ. સંદિપભાઇ જરૂ, પો.કોન્સ. વિનયકુમાર ઝાલા, વુ.લો.ર. પરવીનબાનું દરજાદા દ્રારા કરવામા આવેલ છે.

 

(8:27 PM IST)