News of Wednesday, 9th July 2025
જામજોધપુરમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને 1.94 લાખથી વધુના મુદામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી લીધા
આંબેડકર ચોક પાસેથી જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હતા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ. લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઈસી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામજોધપુર તથા શેઠવડાળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર તથા યુવરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે જામજોધપુર ટાઉનમા આંબેડકર ચોક પાસેથી જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ શખ્શોને રોકડ રૂ. ૨૩,૬૫૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોટર સાયકલ-૪ કિ.રૂ. ૧,૬૦,૦૦૦/- તથા મોબાઇલો ફોન-૪ કિ.રૂ. ૧૧,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૯૪,૬૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. કાસમભાઇ બ્લોચ નાઓએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ ૧) ઇશાભાઇ ઓસમાણભાઇ રાવકરડા રહે. આંબેડકર ચોક, જામજોધપુર જી.જામનગર ૨) બસીરભાઇ અહેમદભાઇ સમા રહે. આંબેડકર રોડ, જામજોધપુર જી.જામનગર ૩) હુશેનભાઇ સુમારભાઇ પટ્ટા રહે. વેરાવળગામ તા.જામજોધપુર જી.જામનગર૪) હનીફભાઇ મામદભાઇ રાવકરડા રહે. વેરાવળગામ, વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર ૫) ઇબ્રાહીમભાઇ મુસાભાઇ રાવકરડા રહે. વેરાવળગામ, વાડી વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર ૬) મહમદભાઇ મુસાભાઈ કટારીયા રહે. ખાટકીવાડ, જામજોધપુર જી.જામનગરને ઝડપી લેવાયા છે
આરોપીઓ પાસેથી ૧) રોકડ રૂપીયા ૨૩,૬૫૦/-૨) મોટર સાયકલ-૪ કિ.રૂ. ૧,૬૦,૦૦૦/-૩) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ. ૧૧,૦૦0/-૪) ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦0/00કુલ મુદામાલ કિ.રૂ. ૧,૯૪,૬૫૦ કબ્જે કરેલ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
