<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

શ્રાવણ માસ નિમિતેST વિભાગ દ્વારા વિશેષ AC Volvo બસની સુવિધા ઉપલબ્ધ કરાશે

ST વિભાગે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરીઃસવારે ૬ કલાકે રાણીપથી આ બસ ઉપડશે અને સાંજે ૪ કલાકે સોમનાથ પહોંચ છે આ માટે બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની ટ્રિપ પેકેજ જાહેર કરાયું છે

અમરેલી,તા.૯

આ વર્ષે વિશેષ રીતે, આગામી શ્રાવણ માસના દરેક સોમવારે એટલે કે તા.૧૪, ૨૧, ૧૮ જુલાઇ અને ૦૪, ૧૧ અને ૧૮ ઓગસ્ટ-૨૦૨૫ એમ કુલ ૬ સોમવારે વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર ચોપાટી, પ્રોમોનેડ વોક વે પર શ્રી સોમનાથ મંદિર સામે તેમજ સાગરદર્શન ભવનથી શ્રી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ-સ્થળની પસંદગી કરવામાં આવી છે.

સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને રજૂ કરતા આ ક્લાસિકલ-શાસ્ત્રીય સ્વરૃપે વંદે સોમનાથ કાર્યક્રમને વધુમાં વધુ ભક્તો માણી શકે તે માટે ગુજરાત ST વિભાગે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે. જે માટે અમદાવાદના રાપીણ બસ સ્ટેશનથી વિશેષ AC Volvo બસો દોળશે. સવારે ૬ કલાકે રાણીપથી આ બસ ઉપડશે અને સાંજે ૪ કલાકે સોમનાથ પહોંચ છે. આ માટે બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની ટ્રિપ પેકેજ જાહેર કરાયું છે.

આ બસમાં એક યાત્રી માટે જવા- આવવાની ટિકિટ રૃ.૪૦૦૦ તેમજ બે વ્યક્તિ માટે જવા-આવવાની રૃ.૭,૦૫૦ નક્કી કરવામાં આવી છે. જેમાં અલ્પાહાર, બે ટાઈમ ભોજન, હોટલમાં રાત્રિ રોકાણ અને ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે. આ પેકેજમાં સોમનાથ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે. આ બસ બીજા દિવસે સોમનાથથી સવારે ૯.૩૦ કલાકે નિકળીને રાત્રે ૧૦.૩૦ કલાકે રાણીપ, અમદાવાદ પરત ફરશે, તે ગુજરાત પ્રવાસન વિભાગની યાદીમાં વધુ જણાવ્યું છે.

 

(10:21 PM IST)