News of Thursday, 10th July 2025
મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી બીયરના જથ્થા સાથે એક શખ્શ ઝડપાયો
આરોપીના મકાનમાંથી બીયરના ટીન નંગ ૧૩ કીમત રૂ ૧૭૫૫ મળી આવતા બીયરનો જથ્થો જપ્ત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગાંધી સોસાયટીમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી બીયરના ૧૩ ટીનનો જથ્થો કબજે લઈને વધુ તપાસ ચલાવી છે.
સીટી બી ડીવીઝન પોલીસ ટીમે નજરબાગ ગાંધી સોસાયટીમાં રહેતા આરોપી હિતેષ પ્રેમજી બોચિયાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી બીયરના ટીન નંગ ૧૩ કીમત રૂ ૧૭૫૫ મળી આવતા બીયરનો જથ્થો જપ્ત કરી આરોપી હિતેષ બોચિયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
