<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગુરૂપૂર્ણિમાની આસ્‍થાભેર ઉજવણીઃ ગુરૂજીના આર્શિવાદ લેતા શિષ્‍યો

ગામે-ગામ આશ્રમો, મંદિરો, ધર્મસ્‍થાનોમાં શિષ્‍ય સમુદાય દ્વારા પુજન, અર્ચન મહાપુજા, મહાઆરતી મહાપ્રસાદ

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ગુરૂપૂર્ણિમા પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગામે-ગામ આશ્રમો, ધાર્મિક જગ્‍યાઓમાં ગુરૂજીના આર્શિવાદ પ્રાપ્‍ત કરવા માટે ભાવિકો, શિષ્‍યો, અનુયાયીઓ વહેલી સવારથી ઉમટી રહયા છે. ગુરૂપૂર્ણિમાના દિવસે ભકતજનો ગુરૂજીના આર્શિવાદ પ્રાપ્‍ત કરીને ધન્‍યતા અનુભવી રહયા છે.

બગદાણા

(મેઘના વિપુલ હિરાણી- હરેશ જોષી દ્વારા) ભાવનગર-કુંઢેલીઃ ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થ સ્‍થાન પૂજ્‍ય સંતશ્રી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા (તા.મહુવા) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ધર્મમય માહોલ વચ્‍ચે ધામધૂમ થી ઉજવવામાં આવી રહ્યો છે.

ગુરુ આશ્રમ ખાતેના કાર્યાલયથી ગુરુપુનમના દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ સવારના પાંચ કલાકે મંગલા આરતી થશે. ત્‍યારબાદ ધ્‍વજા પૂજન અને ધજારોહાણ સાત  કલાકથી થશે. ગુરુપૂજન ૮:૩૦ થી ૯:૩૦ કલાક વચ્‍ચે જ્‍યારે રાજભોગ આરતી, ૯:૩૦ થી ૧૦ કલાક કે થશે. ત્‍યારબાદ સવારે ૧૦ વાગ્‍યાથી પ્રસાદ વિતરણ શરૂ થયો હતો.

મહિમા પૂર્ણ ગુરુપૂર્ણિમાના દિવસે આશરે ૧ લાખથી પણ વધારે ભાવિકજનો બાપાના ચરણોમાં શીશ નમાવશે. અહીં આ તૈયારીઓને માટે તેમજ સુચારૂ વ્‍યવસ્‍થાના ભાગરૂપે તમામ આગોતરી વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. અહીં રસોડા વિભાગમાં તેમજ અન્‍ય ચા-પાણી, દર્શન, ર્પાકિંગ, સુરક્ષા જેવા વિભાગોમાં આશરે ૧૦૦ ગામોના ૪૦૦૦ ભાઈઓ, તેમજ ૨૫ થી વધુ ગામોના ૨૫૦૦ ઉપરાંત બહેનો સેવા આપશે. રસોડા સહિતના સેવા કાર્યો માટે આજુબાજુના ગામોના ૪૦ ટ્રેક્‍ટર પણ સેવામાં જોડાશે. ભોજન વ્‍યવસ્‍થામાં નવા રસોડે બહેનો માટે તેમજ ગોપાલગ્રામ ખાતે ભાઈઓને પ્રસાદ જમવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

આગોતરી વ્‍યવસ્‍થાના ભાગરૂપે સરકારી વિભાગો સાથે પણ કાર્ય સંકલન માટે અલગ અલગ સરકારી વિભાગો સેવા કે પાણી પુરવઠા, માર્ગ અને મકાન, આરોગ્‍ય, વીજળી, પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓ સાથે સોમવારે એક મીટીંગ યોજાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા  અહીં ચુસ્‍ત બંદોબસ્‍ત રહેશે. આ દિવસે પી.આઈ અને પીએસઆઇ ૬, પોલીસ   ૧૫૦, હોમગાર્ડ ૧૦૦ બંદોબસ્‍તમાં છે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ જિલ્લામાં આજે તા. ૧૦મી જુલાઈના રોજ ગુરૂ પૂનમની ભાવસભર ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લાના વિવિધ ધાર્મિક સ્‍થાનોમાં ભક્‍તો ગુરૂજીના દર્શન કરી તેમને વંદન કરી ગુરૂ ભક્‍તી કરશે.માણસના જીવનમાં ગુરૂ હોવો જરૂરી છે. સાચો ગુરૂ ધર્મ અને આસ્‍થાનો રસ્‍તો બતાવે છે. ત્‍યારે આજે ગુરૂવારે અષાઢી પૂનમ એટલે કે ગુરૂ પુનમની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવનાર છે.સમસ્‍ત રબારી સમાજના આસ્‍થા કેન્‍દ્ર સમાન વડવાળા ધામ ખાતે ભક્‍તો કનીરામબાપુ અને કોઠારી મુકુંદરામ બાપુના દર્શન કરી ધન્‍યતા અનુભવશે. આ પ્રસંગે ભગવાન વડવાળા દેવની સમાધીનું પૂજન, ધ્‍વજા આરોહણ, ગુરૂ પૂજન યોજાશે. મંદિરે તા. ૯મીને બુધવારે રાત્રે સંતવાણીનું આયોજન કરાયુ હતુ. જેમાં નામી-અનામી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. જયારે સુરેન્‍દ્રનગરના સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે પણ ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ યોજાશે. જેમાં ભક્‍તો સદગુરૂ શાષાી સ્‍વામી નારાયણસેવાદાસજીનું ભાવ પુજન કરશે. આ પ્રસંગે મંદિરના મહાત્‍મા સ્‍વામીની નિશ્રામાં ધુન, કિર્તન, ગુરૂ પૂજન, સંતોના આર્શિવાદ, ગુરૂની દિવ્‍યવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે વઢવાણના ગણપતી ફાટસર મંદીરે રામાશ્રાયબાપુની નીશ્રામાં ગુરૂ પુર્ણીમા મહોત્‍સવ યોજાશે. જેમાં સવારે મહાપુજા અને ત્‍યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત ચોટીલા ચામુંડા મંદિર, પીપળીધામ, નીકલંક ધામ, વઢવાણ સ્‍વામીનારાયણ મંદીર, ધ્રાંગધ્રા સંસ્‍કારધામ ગુરૂકુળ સહિતના ધાર્મિક સ્‍થળે પણ ભક્‍તોનો પ્રવાહ ઉમટી પડશે. જયારે જૈન સંપ્રદાયમાં વ્‍યાખ્‍યાન દરમ્‍યાન ગુરૂ ભગવંતો જીવનમાં ગુરૂના મહત્‍વ વિશે પ્રવચન આપશે.

 ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ નર્મદા માલસર સ્‍થિત ગજાનન આશ્રમ પરિવાર દ્વારા આજે ગુરૂવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્‍સવ રાજકોટ ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.

માલસર સ્‍થિત ગજાનંદ આશ્રમ દ્વારા અનેકવિધ સેવા કે પ્રવળત્તિઓ વર્ષોથી અવિરત ચાલી રહી છે જેમાં વિનાયક વાઇબ્રન્‍ટ સંસ્‍કળત પાઠશાળા જેમાં વિદ્યાર્થીઓ નિશુલ્‍ક અભ્‍યાસ કરે છે રહેવા અને જમવાની સુવિધા પણ નિશુલ કહે છે ગણેશ કન્‍યા સહાય યોજના, ઉમાશંકર નિવાસ હેઠળ વળદ્ધાશ્રમ ની સેવાઓ, નિશુલ્‍ક ચિકિત્‍સાલય,  ઉપરાંત નિત્‍ય યજ્ઞ, પૂજન, ધાર્મિક, સાંસ્‍કળતિક અને રાષ્‍ટ્રિય પર્વની ઉજવણી, નર્મદા પરિક્રમાંથીઓને નિશુલ્‍ક ચપલ વિતરણ સહિત સેવાકીય પ્રવળત્તિઓ  આશ્રમના ગુરુજી શ્રી વિજયભાઈ જોશીના સાનિધ્‍યમાં ચાલી રહી છે.

ગજાનન આશ્રમના વ્‍યવસ્‍થાપક સમિતિ દ્વારા જણાવ્‍યું હતું કે ગુરુપૂર્ણિમા ના દિવસે વહેલી સવારે ગુરુજીની ચરણ પાદુકા નું પૂજન, સવારે ૮:૦૦ વાગ્‍યા બાદ મંત્ર દીક્ષા કાર્યક્રમ, સદગુરુ પૂજન, ભક્‍તિ સંગીત સમારોહ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાજકોટના ૮૦ ફુટ રોડ પર કોઠારીયા રોડ મારુતિ હોલ ખાતે યોજવામાં આવેલ છે.(૨.૧૬)

(11:22 AM IST)