News of Thursday, 10th July 2025
કચ્છ સરહદે આરઈ પાર્કમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુવાન સામે ફરિયાદ
ભારતીય સીમામાં ૨૫ કિમી અંદર ઘૂસી આરઈ પાર્કમાં આવી ગયો હતો, ઝડપાયેલ યુવાન હિન્દુ છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦: ગત ૭ માર્ચના કચ્છ સરહદેથી ઝડપાયેલ પાકિસ્તાની યુવાન લવકુમાર સ્વરૂપચંદ દેવ (ભીલ) સામે ખાવડા પોલીસે ચાર મહિના બાદ ફરિયાદ નોંધી છે. ભારતીય સીમાની અંદર કચ્છમાં ૨૫ કિમી ઘૂસી તે અહીં બનતા સોલાર પાર્કમાં પહોંચી આવ્યો હતો. જોકે, તે જ વખતે તેને બીએસએફએ ઝડપી ભુજની જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરની જેલમાં અન્ય એજન્સીઓની સાથે મળી પૂછપરછ કરી હતી. તપાસમાં આ યુવાન સિંધના થરપારકર જિલ્લાનો હોવાનું અને તે ઘેરથી રિસાઇને નાસી ભારતીય સીમમાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. તેની સામે ઘુસણખોરીની ફરિયાદ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઇ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
