News of Thursday, 10th July 2025
પાસા હેઠળ જેલહવાલે કરાયેલ પી.ટી. જાડેજાને છોડી મુકવા પડધરીમાં આવેદન
ખોટી રીતે પાસા હેઠળ કાર્યવાહી કર્યાનો આક્ષેપ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ૧૦ : રાજકોટના ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં ધકેલી દેવામાં આવતા પડધરીમાં આવેદન પત્ર પાઠવીને આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો.
આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું છે કે પી.ટી. જાડેજા દ્વારા આપવામાં આવેલ ફરીયાદમાં એફઆઇઆર નોંધવામાં આવેલ નથી અને પોલીસે એકતરફી વર્તન કરેલ છે. કોઇપણ સરકાર અન્યાય કરીને લોકપ્રિય ન થઇ શકે. આ અન્યાય દૂર કરીને પી.ટી. જાડેજા દ્વારા આપેલ ફરીયાદની એફઆઇએફ તુરંત લેવી જરૂરી છે.
પી. ટી. જાડેજા ની ઉંમર ૬૪ વર્ષ છે. તેથી સિનિયર સિટીઝન ને પાસા માં પૂરી શકાતા નથી, એવું કોર્ટો નું માર્ગદર્શન મળેલ છે. પાસા માટે જે બીજો કેસ બતાવેલ છે, તે હમણાં જ તા. ૧લી જુલાઈ ના રોજ જ FIR register થયેલ છે, જે પોલીસ સ્ટેશન થી જ જામીન પાત્ર ગુનો છે. અને તુરંત તેનો સંદર્ભ આપીને પાસા કરી શકાય નહીં, એવું તમામ સિનિયર કાયદા ના નિષ્ણાતો નું કહેવું છે. ત્રીજો કેસ માં માત્ર પોલીસ દ્વારા બનાવટી નનામી અરજી કરીને ઉભો કરવામાં આવેલ છે.
આમ સમગ્ર રીતે આ કેસ બનાવટી ઉભો કરીને ખોટી પાસા કરવામાં આવેલ છે, જે રદ્દ થવાને પાત્ર છે. જો સરકાર દ્વારા આ રદ્દ કરવામા નહી આવે તો સ્પષ્ટ કિન્નાખોરી સાબિત થશે. જેની નોંધ ક્ષત્રિય સમાજ લેશે. જે સરકાર અને સતા પક્ષ બંને ની લાંબા ગાળા ના હિત વિરૂદ્ધ થશે.
ટુંકમાં શ્રી પી ટી જાડેજા ઉપર ખોટી રીતે લગાડવામાં આવેલ પાસા, તુરંત પાછો ખેંચીને પાસા રદ કરીને તેઓને તુરંત જેલ મુક્ત કરવાની માંગણી કરી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
