<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

જામનગરના ફલ્લા પાસે ટ્રક હડફેટ બાઇક ચાલકનું મોત

 

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા, તા.૧૦:  જામનગર તાલુકાનાં ફલ્લા ગામ પાસે આજે સવારે દસ કલાકે ધ્રોલથી જામનગર તરફ જતા બાઇક હોન્‍ડા નં.જીજે-૧૦ સીએલ ૩૨૨૮ને અજાણ્‍યા ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા બાઇક ચાલક નાની માટલી ગામનાં આશરે ૨૦ વર્ષીય યુવાનનું ટ્રકના જોટામાં આવી જતા કમકમાટીભર્યુ મૃત્‍યુ નીપજયુ હતું. અકસ્‍માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્‍માત સર્જીને અજાણ્‍યો ટ્રક ચાલક નાસી ગયો હતો.

(1:41 PM IST)