<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

પોરબંદરમાં પ્રિસ્‍ક્રીપ્‍શન વિના નશાકારક ડ્રગ્‍સના વેચાણની શંકાઃ મેડીકલ સ્‍ટોરોમાં સરપ્રાઈઝ ચેકિંગ

મેડીકલ સ્‍ટોર ધારકોના લાયસન્‍સ રજીસ્‍ટર નંબર દવાનો સ્‍ટોક ચકાસ્‍યાઃ ચેકિંગમાં કશું વાંધાજનક મળ્‍યું નહીં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: નશાકારક ગણાતી અને દર્દીઓને આપવાના થતા ડ્રગ્‍સ ડોકટરની પ્રિ-સ્‍ક્રીપ્‍શન વિના અપાતાની શંકાના આધારે પોલીસ દ્વારા મેડીકલ સ્‍ટોરોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યુ હતું. આ ચેકિંગ દરમ્‍યાન કશું વાંધાજનક મળ્‍યું નથી.

એ.એસ.પી. શ્રી સાહિત્‍યા વી. તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ.શ્રી આર.સી.કાનમીયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઈન્‍સ. શ્રીનાઓની સાથે પોલીસ સ્‍ટાફ ફાળવી અલગ અલગ ટીમો બનાવી કમલાબાગ પો.સ્‍ટે. હદવિસ્‍તારમાં આવેલ મેડીકલ સ્‍ટોર ખાતે જઈ સરપ્રાઇઝ ચેકીંગ કરી મેડીકલ ધારકોના લાયસન્‍સ ચેક કરવામાં આવેલ તેમજ રજીસ્‍ટરો ચેક કરવામાં આવેલ.

શહેરમાં પ્રિસ્‍ક્રીપ્‍શન વગર નશાકારક ડ્રગ્‍સનું વેચાણ થાય છે કે કેમ તે અંગે ઝીટવટ ભરી રીતે ચેકીંગ કરવામાં આવેલ આમ કમલાબાગ પો.સ્‍ટે. હદ વિસ્‍તારમાં કુલ-૩૨ મેડીકલ સ્‍ટોરનુ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ હતુ, જે મેડીકલ સ્‍ટોરમાં કોઇ પણ ગે.કા. પ્રવળતિ કરતા જણાય આવેલ નથી. પોલીસ દ્રારા ઓચીંતુ સરપ્રાઇઝ ચેકીંગ કરતા મેડીકલ ધારકો કોઇ ગ્રાહકોને ડમી નશાકારક દવા/સીરપ આપતા અચકાશે અને ગ્રાહકોના સ્‍વાસ્‍થને હાનિ ન પહોંચે તેવું ઉત્‍કળષ્ઠ તેમજ પ્રશંસનીય કામગીરી કમલાબાગ પોલીસ સ્‍ટાફ દ્વારા કરાઈ હતી.

(1:45 PM IST)