<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ધુનડામાં પૂ. જેન્‍તીરામ બાપાના સાનિધ્‍યમાં ગુરૂપુર્ણિમાની ઉજવણીઃ રાત્રે લોકડાયરો

દેશ-વિદેશથી મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયાઃ રાત્રે દેવરાજ ગઢવી સહિતના જમાવટ કરશે

ઉપરોકત તસ્વીરમાં પુ.જેન્તીરામ બાપા તેમના ગુરૂદેવની ચરણપાદુકાનું પુજન કરતા તેમજ સત્સંગ કરતા દેખાય છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૦ જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણ ધામ આશ્રમ ખાતે પુ.જેન્‍તીરામ બાપાના સાનિધ્‍યમાં સવારથી ગુરૂપુર્ણિમા પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં સવારે ૯ કલાકે પુ.જેન્‍તીરામ બાપા દ્વારા તેમના ગુરૂદેવ પુ.હરીરામ બાપાની ચરણ પાદુકાનું શાષાોકતવિધી સાથે પુજન કરી ભાવવંદના કરી હતી. અને બાદમાં પુ.જેન્‍તીરામ બાપાનું ભાવભર્યુ સ્‍વાગત કરી ગુરૂદેવ તમારી જય જયના નાદ સાથે વધાવ્‍યા હતા. આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અમદાવાદ ગુજરાત મુંબઇ તેમજ દેશ વિદેશથી બહોળી સંખ્‍યામાં ભાવિકોએ ગુરૂવંદના કરી પુ.બાપાના સત્‍સંગનો લાભ લીધો હતો. આજે રાત્રે ૧૦ કલાકે લોકડાયરાના કાર્યક્રમમાં લોકસાહિત્‍યકાર દેવરાજ ગઢવી, સવદાસ ગાગલીયા સહિતના નામી અનામી કલાકારો જમાવટ કરશે.

(2:02 PM IST)