<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશા સામે મોટી કાર્યવાહી : છેલ્લા ચાર વર્ષમાંનશાકારક દવાઓના વેંચાણ કરતા શખ્શો વિરુદ્ધ ગુનાઓ નોંધી લાખોનો મુદામાલ જપ્ત કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા એસ.ઓ.જી. દ્વારા જિલ્લામાં અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ: કુલ-૧૧૩ મેડીકલ સ્ટોર ખાતે નશાકારક દવાઓ સંબધી ચેકિંગ કરાયું : 6 મેડિકલ સ્ટોર સંચાલકો સામે નિયમોનો ભંગ બદલ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા ) જામ ખંભાળિયા : અશોક કુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ તથા નિતેશ પાંડેય, પોલીસ અધીક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા માન્ય તબિબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનુ વેંચાણ અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોને શોધી કાઢી તેઓની વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવા અંગે સાગર રાઠોડ, નાયબ પોલીસ અધીક્ષક, દ્વારકા વિભાગ, દ્વારકા તથા વી.પી. માનસેતા, નાયબ પોલીસ અધીક્ષક, જામ ખંભાળીયા વિભાગ, જામ ખંભાળીયા તથા પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી.નાઓને નિષ્ણાંત પોલીસ કર્મચારીઓની ખાસ ટીમો બનાવી, આ ટીમોને જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં આવેલ મેડીકલ એજન્સીઓના ચેકિંગ અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરી પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હતુ.

    જે અનુસંધાને તા.૦૯/૦૭/૨૦૨૫ ના રોજ માન્ય તબિબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનુ ગેરકાયદેસર વેંચાણ કરતા મેડિકલ સંચાલકોને ત્યા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જે કાર્યવાહી દરમિયાન સાગર રાઠોડ, નાયબ પોલીસ અધીક્ષક, દ્વારકા વિભાગ, દ્વારકાનાઓના માર્ગદર્શન હેઠળ દ્વારકા ડિવિઝન ઓફિસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. ખીમાણંદભાઇ પબાભાઇ આંબલીયા, પોલીસ કોન્સ. કરશનભાઇ રાજશીભાઇ ડુવા તથા ડી.એન. વાંઝા, પોલીસ ઇન્સપેક્ટર, મિઠાપુર પોલીસ સ્ટેશન સાથે પોલીસ હેડ કોન્સ. નરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. જયપાલસિંહ રાજેન્દરસિંહ જાડેજા તથા ડ્રા.પોલીસ હેડ કોન્સ. ભરતભાઇ માલકીયાની સંયુક્ત ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મિઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી ધનજીભાઇ રામજીભાઇ ધુમડીયા(રહે, સુરજકરાડી ગામ, ગણેશપરા વિસ્તાર તા.ઓખા મંડળ જિ.દેવભૂમિ દ્વારકાવાળ ) ના કબ્જા ભોગવટામાંથી નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ઘટક ધરાવતી કેપ્સુલ નંગ- ૧૧૨૬, વજન ૫૬૩ ગ્રામ, કિ.રૂ.૧૧,૧૪૭/- પકડી પાડી ધોરણોસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા એસ.ઓ.જી. દ્વારા જિલ્લામાં અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે ચેકિંગ દરમિયાન કુલ-૧૧૩ મેડીકલ સ્ટોર ખાતે નશાકારક દવાઓ સંબધી ચેકિંગ કરવામાં આવેલ, આ ચેકિંગની કાર્યવાહી દરમિયાન કુલ-૦૬ (છ) મેડિકલ સ્ટોર સંચાલકો નિયમોનો ભંગ કરતા હોવાનુ જણાતા તેઓના વિરૂદ્ધમાં ડ્રગ્સ એન્ટ કોસ્મેટીક એક્ટ-૧૯૪૦ હેઠળ ડ્રગ્સ ઇન્સપેક્ટર, દેવભૂમિ દ્વારકાને આગળની જરૂરી કાર્યવાહી થવા અંગે રિપોર્ટથી જાણ કરવામાં આવેલ છે.

      વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીના સમગગાળમાં દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ગેરકાયદેસર નશાકારક દવાઓના મોટા જથ્થાઓ સાથે આરોપીઓને પકડી પાડવામાં સફળતાઓ મેળવેલ છે.
નશાકારક કોડેઈન યુક્ત કફ શીરપની બોટલો કુલ નંગ-૧૬૦૮, કુલ કિંમત રૂપીયા રૂ.૨,૫૦,૧૪૦/-ના કુલ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ એન.ડી.પી.એસ. એક્ટ-1985 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીકાર્યવાહી કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા
   તારીખ ૨૮/૦૬/૨૦૨૩ ના રોજ એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. કાનાભાઈ રણમલભાઈ માડમ, ભીખાભાઈ નગાભાઈ ગાગીયાને મળેલ હકીકત આધારે તપાસ કરતા આરોપી નં. (૧) રાજેશભાઇ સ.ઓફ ગોકરભાઇ રણમલભાઇ ડાભી, સતવારા, ઉં.વ.૩૫, ધંધો. પાન-મસાલાની દુકાન (ચામુંડા પાન ટી હાઉસ), રહે. કેનેડી ગામ (કારીપાટ) તા.કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા, નં.(૨) ગોપાલભાઈ દેવશીભાઈ પરમાર જાતે દલવાડી ઉ.વ.૪૨ ધંધો.મેડીકલ એજન્સી રહે.સૂર્યાવદર ગામ તા.જામ કલ્યાણપુર વાળાના કબ્જા ભોગવટામાંથી નશાકારક કોડેઈન યુક્ત કફ શીરપની બોટલો કુલ નંગ-૧૬૦૮, કુલ કિ.રૂ.૨,૫૦,૧૪૦/-મળી આવતા મજકુર આરોપી વિરૂધ્ધમાં નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ-1985 ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી કાર્યવાહી કરવામાં આવેલ હતી.

ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સુલ નંગ – ૧૯૭૬ તથા કોડેઇન યુક્ત કફ શીરપ બોટલ નંગ - ૩૨ ના મુદ્દામાલ સાથે ૦૨ આરોપીને પકડી એન.ડી.પી.એસ.એક્ટ-1985 ની વિવીધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા પોલીસ
તારીખ.૨૪/૦૮/૨૦૨૩ ના એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. જીવાભાઈ કરણાભાઈ ગોજીયા તથા પોલીસ હેડ કોન્સ જગદિશભાઈ વજશીભાઈ કરમુરને મળેલ બાતમી હકીકત આધારે (૧) અનીલભાઈ સ.ઓફ ઉમેશભાઈ બાબુભાઈ બાંભણીયા, બ્રાહ્મણ, ઉ.વ.૨૧, ધંધો કર્મકાંડ, રહે. આરંભડા વિસ્તાર, આંખની હોસ્પિટલ પાછળ, ગાયત્રી નગર, પંચેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા નં.(૨) રવિભાઈ રામભાઈ કરમુર( રહે.ભાટીયા વાળા)ની તપાસ દરમ્યાન આરોપીઓના કબ્જામાંથી NRX Dicyclomine hydrochloride, Tramadol Hydrochloride and Acetaminophen Capsules, PYVOXEE SPAS PLUS समेत कुल डेप्सुल नंग-१८७५, કિં.રૂ.૧૪,૫૭૩/-નો મુદ્દામાલ મળી આવેલ, સદરહું નશાકારક Tramadol Hydrochloride ઘટક ધરાવતી કેપ્સુલનો જથ્થો નશો કરવાની ટેવ વાળા ગ્રાહકો, નશો કરવા વાળા ઈસમોને ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની કબુલાતો આપેલ હતી જેથી મજકુર બન્ને ઇસમોને ગેરકાયદેસર રીતે કોઈપણ પાસ પરમીટ વગર પોતાના કબજા ભોગવટામાં નશાકારક Tramadol Hydrochloride નામની કેપ્સુલ રાખી તેનુ અન અધિકૃત રીતે વેચાણ કરતા હોય મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ-1985 ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ હતી

નશાકારક કોડેઈન યુક્ત કેફી શીરપની બોટલો નંગ - ૧૪, પ્રવાહી ૦૧ લી. ૪૦૦ એમ.એલ. જથ્થા સાથે સલાયાના એક ઇસમને ઝડપી લેતી સલાયા મરીન પોલીસ
તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ શ્રી વી.એન.સીંગરખીયા, ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર, સલાયા મરીન પોલીસ સ્ટેશનના તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા તથા હસમુખભાઈ પોપટભાઈ ચૌહાણને મળેલ બાતમીદાર આધારે સલાયામાં રહેતા (૧) મહંમદમિયાં જાવેદમિયાં કાદરી, મુસ્લિમ સૈયદ, (ઉ.વ.30)ધંધો -વહાણમાં મજુરીકામ(રહે..જામસલાયા, હુશેની ચોક, જુમા મસ્જીદની બાજુમાં, તા. જામખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા વાળા) ના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને રેઇડ કરી નશાકારક કોડેઈન યુક્ત કેફી શીરપની બોટલો નંગ - ૧૪, પ્રવાહી ૦૧ લીટર ૪૦૦ એમ.એલ જથ્થા સાથે આરોપીને પકડી પાડી, સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ તેમજ સદરહું નશાકારક કોડેઈન યુક્ત કેફી શીરપની બોટલોનો જથ્થો પુરો પાડનાર ઇસમ નં.(૨) તાલબ ઇસ્માઇલ થૈયમ, મુસ્લીમ સંધી, (ઉ.વ.૪૦) ધંધો-શાક બકાલાની રેકડી(રહે.જામખંભાળીયા, ભઠ્ઠી ચોક, મટન માર્કેટ પાસે, તા.જામખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા વાળા )ને સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા ખંભાળીયા, જનરલ હોસ્પીટલ, સલાયા ચાર રસ્તા પાસેથી ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

    Alprazolam નામની નશાકારક ટેબલેટ નંગ - ૧૦૦૦ ના મુદ્દામાલ સાથે કુલ બે આરોપીને પકડી નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટન્સ એક્ટ-1985 ની વિવીધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા પોલીસ
તારીખ ૧૭/૦૧/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. સુરેશભાઈ કરશનભાઈ વાનરીયા તથા પોલીસ કોન્સ ખેતશીભાઈ રામભાઈ મુનને તેઓના વિશ્વાસુ ખાનગી બાતમીદાર મારફતે સંયુક્તમાં બાતમી હકીકત મળેલ આધારે તપાસ દરમ્યાન આરોપી નં. (૧) ઈરફાન ઉર્ફે બાપુ અલ્લારખાભાઈ શેઠા, મુસ્લીમ સંધી( ઉ,.વ.૨૯ ) ધંધો.ડ્રાઈવિંગ, (રહે.જામ ખંભાળીયા, રેલ્વે સ્ટેશન રોડ, તેલી નદીના કાંઠે, અજમેરપીરની ટેકરી પાસે, તા.જામ ખંભાળીયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા) તથા નં. (૨) વિજયભાઈ મથુરાદાસ ગોડીયા, જાતે લોહાણા ઉ.વ.૫૯ ધંધો. નિવૃત (રહે. જડેશ્વર સોસાયટી, જામ ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા વાળા) ના કબ્જામાંથી NRX Alprazolam Tablets 1.P. 0.50 mg., ALPRADOM 0.50, Tablets નામની નશાકારક ટેબલેટ નંગ- ૧૦૦૦, કિંમત રૂપિયા ૨૪૦૦/- ની મળી આવતા બન્ને આરોપીઓ વિરૂધ્ધમાં નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટન્સ એક્ટ -1985 ની કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ હેઠળ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ હતી.
નશાકારક કોડેઈન યુક્ત કેફી શીરપની બોટલો નંગ - ૨૭, પ્રવાહી ૦૨ લી. ૭૦૦ એમ.એલ. કિં.રૂ.૬૦૭૫ના જથ્થા સાથે સલાયાના એક ઇસમને ઝડપી લેતી સલાયા મરીન પોલીસ તા.૦૬/૦૨/ ૨૦૨૪ના રોજ સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.એન.શીંગરખીયા તેમજ સલાયા મરીન પોલીસ સ્ટાફનાઓના હકીકત આધારે આરોપી સાલેમામદ હાસમભાઇ ભટ્ટી રહે. સલાયા વાળાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને રેઇડ કરી આરોપીના કબ્જા ભોગવટામાંથી 'RX Codeine Phosphate & Tripololidinetlet Syrup, a-care Cough Syrup, 100 ml" ना४८२४ डोडेन युऽत फोटो नंग २७

પ્રવાહી ૦૨ લીટર ૭૦૦ એમ.એલ. કિં.રૂ.૬૦૭૫/-ની કબ્જે કરી સલાયા મરીન પો.સ્ટે. એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ૨૧(સી) મુજબનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ હતી 

(9:33 PM IST)