<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

પૂર્વ કચ્છના ત્રણ કુખ્યાત ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

અંજાર પોલીસે વસંત રમેશ કોલી,અજરૂદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ તથા ઇરોજ રમજુ લંધા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી

(વિનોદ ગાલા દ્વારા)  ભુજ :પૂર્વ કચ્છની અંજાર પોલીસે સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. અંજાર પોલીસે ધાડ,લુંટ,મારામારી,એસીડ એટેક સહિતના અનેક ગંભીર ગુન્હામા સામેલ વસંત રમેશ કોલી,અજરૂદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ તથા ઇરોજ રમજુ લંધા( રહે ત્રણે અંજાર)  સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. આરોપી સામે અંજાર પોલીસ મથકે વિવિધ ગુન્હા નોંધાયેલા છે. જેમાં વસંત સામે દારૂના ૧૦ ગુન્હા નોંધાયા છે ઉપરાંત ૮ જેટલા ગંભીર કેસોમાં તેની સામેલગીરી છે. તો અજરૂદીન સામે દારૂના ૧૫ થી વધુ ગુન્હા સાથે ૪ ગંભીર પ્રકારના ગુન્હા નોંધાયેલા છે જ્યારે ફિરોજ સામે ૪ ગુન્હા નોંધાયેલા છે, આ ત્રણે શખ્સો સંગઠીત થઇ અને ગુન્હામાં સામેલ હોય તેમની સામે અંજાર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ કામગીરીમાં અંજારના એ.આર.ગોહીલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. અગાઉ અંજારમાં જ વ્યાજખોર ટોળકી સામે આ પ્રકારે કાર્યવાહી કરાઇ હતી અગાઉ પૂર્વ કચ્છમાં ચારથી વધુ આવી સંગઠીત ટોળકી સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરાઇ ચૂકી છે.

(9:53 PM IST)