<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

કાયદા અને બંધારણ મુજબ વર્તજો, જો કિન્ના ખોરી દાખવશો તો કોંગ્રેસ સાખી નહીં લે. સંગઠીત થઈ લડશે: પૂંજા વંશની ચીમકી

પદ ગ્રહણની સાથે જ પુંજા વંશની જિલ્લા વહીવટી તંત્રને જાહેર મંચ પરથી કાયદા અને બંધારણ મુજબ કામગીરી કરવા માટેની ટકોર

ગીર સોમનાથના કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખની અધિકારીઓને ચિમકી આપી છે , કાયદા અને બંધારણ મુજબ વર્તજો, જો કિન્ના ખોરી દાખવશો તો કોંગ્રેસ સાખી નહીં લે. સંગઠીત થઈને લડશે.  

  આજે પુજા વંશનો જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. પદ ગ્રહણની સાથે જ પુંજા વંશની જિલ્લા વહીવટી તંત્રને જાહેર મંચ પરથી કાયદા અને બંધારણ મુજબ કામગીરી કરવા માટેની ટકોર કરવામાં આવી હતી. પ્રાચી તીર્થ મુકામે ગુરુ પૂર્ણિમાના દિવસે કાર્યક્રમ યોજાયો હતો.. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. પુંજા વંશે કાર્યકરોને સંગઠિત થઈ કોંગ્રેસને મજબૂત બનાવવા હાકલ કરી હતી.  

(9:54 PM IST)