News of Thursday, 10th July 2025
જામનગરના ક્રિકેટ સટ્ટાનો નાસતો ફરતો આરોપી નિશાંત ઉર્ફે નીશું ભાનુશાળીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોવોડ
આરોપી દિગ્વીજય પ્લોટ નં.-૪૯ નહેરના કાંઠાની બાજુમાં, જામનગર ખાતેથી ઝડપી સીટી એ ડિઝઈન પોલીસને સોંપી આપ્યો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ(IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે ખાસ ડ્રાઇવ / ઝુંબેશનું આયોજન કર્યું હોય તેમજ સુચના આપવામાં આવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (IPS) નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એસ્કોન્ડર પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ટને મળેલ બાતમી આધારે જામનગર સીટી.એ.ડિવિઝન પોલીસ સ્ટેશન, એ પાર્ટ ગુ.૨.નં.૦૫૬૫,૨૦૨૫ જુગાર ધારા કલમ – ૧૨ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી નીશાંત ઉર્ફે નીશુ હિતેનભાઇ નાખવા ભાનુશાળી (ઉ.વ.૨૮ ) ધંધો કુરીયર બોય તરીકે( રહે. દિગ્વીજય પ્લોટ નંબર-૪૯, નહેરના કાંઠે- જામનગર વાળા) ની તપાસ કરતા આરોપી દિગ્વીજય પ્લોટ નં.-૪૯ નહેરના કાંઠાની બાજુમાં, જામનગર ખાતેથી મળી આવતા જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સીટી.એ.ડિવીઝન પોલીસ સ્ટેશન, જામનગરને સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, તથા મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ટ તથા પો.કોન્સ દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
