તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th July 2025
માળિયામાં ગેસ કટિંગના ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.
માળિયા પોલીસની ટીમે હાઈવે રોડ માળિયા ત્રણ રસ્તા પરથી ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગેસ કટિંગના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને માળિયા પોલીસની ટીમે હાઈવે રોડ માળિયા ત્રણ રસ્તા પરથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા મોરબી નેશનલ હાઈવે પર વીરવિદરકા ગામના પાટિયા પાસે હોટેલના ગ્રાઉન્ડમાં પોલીસે પ્રોપેન ગેસ ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરીનો પર્દાફાશ કરી તા. ૨૫-૦૧-૨૦૨૫ ના રોજ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા હતા જે ગેસ કટિંગના ગુનામાં આરોપી મદનગોપાલ સોહનરામ પુનિયા( રહે જોધપુર રાજસ્થાન વાળો) છ માસથી નાસતો ફરતો હતો જે આરોપી માળિયા ત્રણ રસ્તા હાઈવે રોડ પાસે હોવાની બાતમી મળતા માળિયા પોલીસની ટીમે સ્થળ પરથી આરોપી મદનગોપાલ સોહનરામ પુનિયા રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
