<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

મોરબીમાં અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો

સગીર વાયી દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને રાજસ્થાનથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને સફળતા મળી છે.

મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા AHTU ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે આરોપી મુકેશકુમાર કાલુરામ સૂર્યવંશી રહે મૂળ મધ્યપ્રદેશ વાળો ફરિયાદીની સગીર વાયી દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
આરોપી મુકેશકુમાર સૂર્યવંશી (ઉ.વ.૨૩) વાળો અને ભોગ બનનાર રાજસ્થાન રાજ્ય કોટા જીલ્લાના રામગંજમંડી નીનામા રોડ માયલા ખાતે હોવાની બામતી મળતા ટીમે રાજસ્થાનથી આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે.

(12:50 AM IST)