<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ.

વર્ષાઋતુમાં જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા જમાડ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે? કોને ખાવાનું મન ન થાય? પણ બધા એ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન જ ઘડી કાઢવામાં આવ્યુ હતુ
આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા.
આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે.

(1:16 AM IST)