News of Friday, 11th July 2025
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે કચ્છમાં: ભુજમાં રૂબરૂ અરજદારોની રજૂઆતો સાંભળશે
બપોરે ૩ થી ૪ લોક દરબાર, કાયદો વ્યવસ્થા અંગે અરજદારોને રજૂઆત કરવા આઇજી કચેરીનો અનુરોધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે કચ્છ આવી રહ્યા છે. તેઓ બપોરે ભુજમાં હરિપર રોડ ઉપર આવેલ આઇજી ઓફિસમાં અરજદારોને મળશે. કાયદો અને વ્યવસ્થા સબંધિત રજૂઆત કરવા ઇચ્છતા નાગરિકોને પોતાના પ્રશ્નો લેખિતમાં રજૂ કરવા બોર્ડર રેન્જ આઇજી ઓફિસ દ્વારા જણાવાયું છે. સરહદી કચ્છ જિલ્લામાં હાલ સાયબર ક્રાઇમ, વ્યાજખોરી, દારૂ, ડ્રગ્સ તેમ જ સસ્તા સોનાના નામે થતાં છેતરપિંડીના ગુનાઓ વધ્યા છે. ત્યારે ડીજી વિકાસ સહાયની સીમા વર્તી કચ્છ જિલ્લાની મુલાકાત કાયદો વ્યવસ્થાના સંદર્ભે અસરકારક બની રહે એવું ઇચ્છીએ.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
