<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગારીયાધારના ચોમલ ગામમાં પ થી ૬ ઇંચ વરસાદઃ નદીમાં તણાતા યુવકનું મૃત્‍યુ

ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનીઃ ગામમાં પાણી ઘુસી ગયા

 

ભાવનગર : સૌરાષ્‍ટ્ર નાં વાતાવરણ પલટો જોવા મળ્‍યો હતો ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા ચોમલ ગામમાં ભારે વરસાદ નોંધાયો હતો ૫ થી ૬ ઈંચ સુધી ભારે વરસાદ ને કારણે નદીયું ગાંડીતૂર બની હતી. ચોમલ માનગઢ ગામમાં નદી નાં પાણી ઘૂસી ગયા હતા અને લોકો ભયભીત હતાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક છોકરો તણાઈ ગયો હતો ગામ લોકો અને પોલીસ શોધખોળ હાથ ધરી હતી અંતે લાશ મળી આવી છે કરણ પ્રવીણભાઈ વાઢેરા નામ નાં યુવાન નું મળત્‍યુ થયું છે  ૧૦૮ મારફતે પીએમ માટે ગારીયાધાર સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો છે. (૭.૧૯)

(10:55 AM IST)