News of Friday, 11th July 2025
ધ્રાંગધ્રાના એંજાર ગામે ખેતરમાં કરેલા પાળાને તોડવા ટોળેટોળા ઉમટી પડયા

વઢવાણ, તા.૧૧: ધ્રાંગધ્રા અને હળવદની સીમ વિસ્તારને જોડતા વાડીમાંથી વરસાદી પાણીના નિકાલ માટે હળવદ તાલુકાનું રણમલપુર તેમજ ધાંગધ્રા તાલુકાના અંજાર ગામના ખેડૂતો એકઠા થયા તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતા. એંજાર ગામે ખેડૂતોના ખેતરમાં વર્ષોથી કરેલા પાળાને રણમલપુર ગામના લોકો દ્વારા તોડવા માટે રજૂઆત કરવામાં આવી જેને લઇને હળવદ તાલુકા પ્રાંત અધિકારી ધાંગધ્રા તાલુકા પ્રાંત અધિકારી સહિતની ટીમ અંજાર ગામે પહોંચી હતી. જ્યારે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
વર્ષો પહેલા પોતાના ખેતરમાં એંજાર ગામના ખેડૂતો દ્વારા પાણીથી પ્રોટેક્શન મેળવવા માટે પાળા બનાવેલા જ્યારે રણમલપુર ગામના ખેડૂતો દ્વારા એ પાળો તોડવા માટે રજૂઆત કરાઈ જેને લઈને પ્રાંત અધિકારી સ્થળ પર જઈ રસ્તો કાઢવા પહોંચ્યા. જેમાં બંને અધિકારીઓ દ્વારા ભારે સમજાવટ બાદ યોગ્ય નિકાલ કરવા માટે બંને ગામના ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા.
પરંતુ ૨ કલાકથી પણ વધુની મહેનત બાદ પણ પરિણામ શૂન્ય. એંજાર ગામના ખેડૂતો સરકારી તમામ મદદ કરવા માટે તૈયાર જ્યારે રણમલપુર ગામના ખેડૂતો તંત્રને બાનમાં લેવા માટે પ્રયાસ કરતાહતા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
