<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

વાંકાનેરનાં રસ્‍તા મુદે ચક્કાજામની ચિમકીઃ વાહન ચાલકો હેરાન

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૧ :.. શહેરમાં રસ્‍તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. ભૂગર્ભ ગટરના મેઇન રોડ પરના ઘણા ઢાંકણાઓ તૂટી ગયા છે. જેને કારણે વાહન ચાલકો આ ઢાંકણા તૂટી જવાથી પડેલ ગાબડામાં પોતાનું વાહન ફસાઇ ન જાય એ માટે વાહન તારવી ને ચલાવવા જતાં અકસ્‍માતો પણ થઇ રહ્યા છે.  જીનપરા રોડ પર મોરમ તંત્ર દ્વારા પાથરવામાં આવી હતી. પણ વરસાદને કારણે તેનું પણ ધોવાણ થઇ ચુકેલ છે. આ રસ્‍તાઓના ખાડા-ગાબડા વિષે ચીફ ઓફીસરને મળતા, રજૂઆત કરતા તેઓએ ઓવર સીયર મહેશભાઇને ખાડાઓ જોવા માટે જાણ કરેલ હતી.

દાણાપીઠ ચોકથી પતાળીયા પુલમાં ધોવાણ બાદ હવે ઠેરઠેર સળીયા દેખાઇ રહ્યા છે અને પુલ જોખમી બની રહ્યો છે. પુલથી સ્‍ટેચ્‍યુ સુધીનો રસ્‍તો પણ અતિ બિસ્‍માર છે. જેમાં ભારે વાહનો પણ સતત પસાર થઇ રહ્યા હોઇ, વધુ બિસ્‍માર બની રહ્યો છે. આ અંગે ચક્કાજામની ચિમકી અપાઇ છે

(11:36 AM IST)