News of Friday, 11th July 2025
પોરબંદરની ૮ વર્ષની વિહાનીને મળ્યું નવું જીવનઃ હૃદયનું સફળ ઓપરેશન
સરકારશ્રીની આરોગ્ય યોજનાથી યુ. એન. મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્જરી

પોરબંદર તા. ૧૧ :.. પરેશનગર વિસ્તારમાં રહેતી ૮ વર્ષની વિહાની જયમીનભાઈ શિંગળીયાનું હૃદય સર્જન યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક થયું છે. આ સર્જરી ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવી હતી.
વિહાનીના પિતા જયમીનભાઈ શિંગળીયાએ જણાવ્યું કે, બાળપણથી જ વિહાનીનું આરોગ્ય નબળું રહેતું, વજન ન વધતું, વારંવાર તાવ અને નબળાઈની તકલીફ રહેતી હતી. આરોગ્ય વિભાગના આર.બી.એસ.કે.ના સમયસૂચક નિદાન અને સારવારના કારણે તેને યુ.એન. મહેતા હાર્ટ હાઙ્ઘસ્પિટલમાં ઊચ્ચ ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ મફત સર્જરી મળી.
પોરબંદર આર.બી.એસ.કે. ટીમના ડો. જીતેન્દ્ર મારુ અને ડો. રશ્મિ પોપટ દ્વારા વિહાનીના સ્વાસ્થ્ય મુદ્દે સમયસર પગલાં લઈ સંદર્ભ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતુ. પરિણામે વિહાનીનું હૃદયની તકલીફમાંથી મુક્તિ મળી અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે - ભણતર કરી રહી છે, હસે છે, રમે છે અને સ્વસ્થ બાળજીવન જીવી રહી છે.
વિહાનીના પરિવારજનો દ્વારા સરકારશ્રી, આરોગ્ય વિભાગ અને આર.બી.એસ.કે.ના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ અન્ય જરૂરતમંદ પિતાઓને પણ આ યોજનાનો લાભ લેવા યાદીમાં અનુરોધ કર્યો છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
