News of Friday, 11th July 2025
પોરબંદરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન

પોરબંદરઃ દર મહિને સારી કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓના સન્માન યોજાતા કાર્યક્રમમાં જૂન-ર૦રપ માં નોંધનીય કામગીરી કરનારા ૧૪ પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્રો આપીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જુન માસની ક્રાઇમ કોન્સફન્સ એસ.પી.શ્રી ભગીરથસિંહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી જેમાં સારી કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યાં હતાં. સારી કામગીરી માટે વાયરલેસ વિભાગમાં પો.ઇન્સ. પી.આર. પટેલ, એલસીબીમાં પો.હેડ કોન્સ હીમાંશુભાઇ વાલાભાઇ મક્કા અને પો.કોન્સ. વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર, એલ.સી.બી. પો.કોન્સ. નટવરભાઇ દુદાભાઇ ઓડેદરા, એલસીબી એ.એસ.આઇ. રણજીતસિંહ અમભાઇ દયાતર, એ.એસ.આઇ. મુકેશભાઇ કાનાભાઇ માવઠીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. પેરોલ ફર્લો સ્કોડ પો.હેડ કોન્સ. પિયુષભાઇ રણમલભાઇ સિસોદીયા તથા પો.હેડ કોન્સ. હરેશભાઇ રામભાઇ આહિર, ઉદ્યોગનગર પો.સ્ટે. પો.હેડ કોન્સ.વિશાલભાઇ રવજીભાઇ વિંઝુડા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ધીરૂભા ગોહિલ તેમજ રાણાવાવ પો.સ્ટે. પો.કોન્સ. સંજયભાઇ વાલાભાઇ બાબરીયા તથા પો.કોન્સ. સરમણભાઇ દેવાયતભાઇ મારૂ નું ગુજસીટોક તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સહિતની કામગીરી માટે પ્રશંસાપત્રો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું તે તસ્વીરો.(તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
