News of Friday, 11th July 2025
દ્વારકા જિલ્લામાં ચાર વર્ષમાં કોડેઇન સીરપ, આલ્ફાઝોલમ તથા ટ્રામાડોલ ટેબલેટ નશાકારક દવાઓના વેંચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી

ખંભાળીયા તા. ૧૧ :.. તબિબના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર વેંચાણ કરતા મેડિકલ સંચાલકોને ત્યા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જે કાર્યવાહી દરમિયાન સાગર રાઠોડ, નાયબ પોલીસ અધીક્ષક, માર્ગદર્શન હેઠળ દ્વારકા ડિવિઝન ઓફિસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. ખીમાણંદભાઈ પબાભાઇ આંબલીયા, પોલીસ કોન્સ. કરશનભાઇ રાજશીભાઇ ડુવા તથા ડી.એન. વાંઝા, પોલીસ ઇન્સપેક્ટર. મિઠાપુર પોલીસ સ્ટેશન સાથે પોલીસ હેડ કોન્સ. નરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. જયપાલસિંહ રાજેન્દરસિંહ જાડેજા તથા ડ્રા.પોલીસ હેડ કોન્સ. ભરતભાઇ માલકીયાની સંયુક્ત ટીમ દ્વારા મિઠાપુર વિસ્તારમાં આરોપી ધનજીભાઇ રામજીભાઇ ધુમડીયા, રહે.સુરજકરાડી ગામ, ગણેશપરા વિસ્તાર પાસે નશાકારક ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ઘટક ધરાવતી કેપ્સુલ નંગ- ૧૧૨૬, વજન ૫૬૩ ગ્રામ, કિ.રૂ.૧૧,૧૪૭/- પકડી પાડી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા એસ.ઓ.જી. દ્વારા જિલ્લામાં અલગ અલગ મેડિકલ સ્ટોર પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે ચેકિંગ દરમિયાન કુલ-૧૧૩ મેડીકલ સ્ટોર ખાતે નશાકારક દવાઓ સંબધી ચેકિંગ કરવામાં આવેલ, આ ચેકિંગની કાર્યવાહી દરમિયાન કુલ-૦૬ (છ) મેડિકલ સ્ટોર સંચાલકો નિયમોનો ભંગ કરતા હોવાનુ જણાતા તેઓના વિરુદ્ધમાં ડ્રગ્સ એન્ટ કોસ્મેટીક એક્ટ-૧૯૪૦ હેઠળ કાર્યવાહી થવા જાણ કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ સુધીના સમગગાળમાં દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ગેરકાયદેસર નશાકારક દવાઓના મોટા જથ્થાઓ સાથે આરોપીઓને પકડી પાડવામાં સફળતાઓ મેળવેલ છે.
એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. કાનાભાઈ રણમલભાઈ માડમ, ભીખાભાઈ નગાભાઈ ગાગીયા ને મળેલ હકીકત આધારે તપાસ કરતા આરોપી નં. (૧) રાજેશભાઇ સ.ઓફ ગોકરભાઈ રણમલભાઈ ડાભી, સતવારા, ઉં.વ.૩૫, ધંધો.પાન-મસાલાની દુકાન (ચામુંડા પાન ટી હાઉસ), રહે.કેનેડી ગામ (કારીપાટ) તા.કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા, નં. (૨) ગોપાલભાઈ દેવશીભાઈ પરમાર જાતે.દલવાડી ઉ.વ.૪૨ ધંધો*મેડીકલ એજન્સી રહે.સૂર્યાવદર ગામ તા.જામ કલ્યાણપુર વાળાના કબ્જા ભોગવટામાંથી નશાકારક કોડેઈન યુક્ત કફ શીરપની બોટલો કુલ નંગ-૧૬૦૮, કુલ કિ.રૂ.૨,૫૦,૧૪૦/-મળી આવતા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. જીવાભાઈ કરણાભાઈ ગોજીયા તથા પોલીસ હેડ કોન્સ જગદિશભાઈ વજશીભાઈ કરમુરને મળેલ બાતમી હકીકત આધારે (૧) અનીલભાઈ સ.ઓફ ઉમેશભાઈ બાબુભાઈ બાંભણીયા, બ્રાહ્મણ, ઉ.વ.૨૧, ધંધો.કર્મકાંડ, રહે.આરંભડા વિસ્તાર, આંખની હોસ્પિટલ પાછળ, ગાયત્રી નગર, પંચેヘર મહાદેવ મંદિરની બાજુમાં, તથા નં.(૨) રવિભાઈ રામભાઈ કરમુર, રહે.ભાટીયા વાળાની તપાસ દરમ્યાન આરોપીઓના કબ્જામાંથી કેપ્સુલનો જથ્થો નશો કરવાની ટેવ વાળા ગ્રાહકો, નશો કરવા વાળા ઈસમોને ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની કબુલાતો આપેલ હતી.
વી.એન.સીંગરખીયા. ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર, સલાયા મરીન પોલીસ સ્ટેશનના તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા તથા હસમુખભાઈ પોપટભાઈ ચૌહાણને મળેલ બાતમીદાર આધારે સલાયામાં રહેતા (૧) મહંમદમિયાં જાવેદમિયાં કાદરી, મુસ્લિમ સૈયદ, ઉ.વ.૩૦, ધંધ-.વહાણમાં મજુરીકામ, રહે.જામસલાયા, હુશેની ચોક, જુમા મસ્જીદની બાજુમાં, વાળાના મકાને રેઇડ કરી નશાકારક કોડેઈન યુક્ત કેફી શીરપની બોટલો નંગ - ૧૪, પ્રવાહી ૦૧ લીટર ૪૦૦ એમ.એલ પકડી પાડી, ગુન્હો નોંધવામાં આવેલ તેમજ સદરહું નશાકારક કોડેઈન યુક્ત કેફી શીરપની બોટલોનો જથ્થો પુરો પાડનાર ઇસમ નં. (૨) તાલબ ઇસ્માઇલ થેયમ, મુસ્લીમ સંધી, ઉં.વ.૪૦, ધંધો-શાક બકાલાની રેકડી, રહે.જામખંભાળીયા, ભઠ્ઠી ચોક, મટન માર્કેટ પાસે, વાળાને સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા ખંભાળીયા, જનરલ હોસ્પીટલ, સલાયા ચાર રસ્તા પાસેથી ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ સુરેશભાઈ કરશનભાઈ વાનરીયા તથા પોલીસ કોન્સ.ખેતશીભાઈ રામભાઈ મુનને હકીકત મળેલ આધારે તપાસ દરમ્યાન આરોપી નં. (૧) ઈરફાન ઉર્ફે બાપુ અલ્લારખાભાઈ શેઠા, મુસ્લીમ સંધી, ઉ.વ.૨૯, ધંધો.ડ્રાઈવિંગ, રહે.જામ ખંભાળીયા, રેલ્વે સ્ટેશન રોડ, તેલી નદીના કાંઠે, અજમેરપીરની ટેકરી પાસે, તથા નં.(૨) વિજયભાઈ મથુરાદાસ ગોંડીયા, લોહાણા ઉ.વ.૫૯ ધંધો. નિવળત રહે. જડેશ્વર સોસાયટી, જામ ખંભાળીયા વાળાના કબ્જામાંથી નશાકારક ટેબલેટ નંગ- ૧૦૦૦, કિંમત રૂપિયા. ૨૪૦૦/- ની મળી આવતા તપાસ હાથ ધરેલ હતી.
સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.એન.શીંગરખીયા તેમજ સલાયા મરીન પોલીસ સ્ટાફનાઓના હકીકત આધારે આરોપી સાલેમામદ હાસમભાઇ ભટ્ટી રહે. સલાયા વાળાના મકાને રેઇડ કરી આરોપીના કબ્જા ભોગવટામાંથી નશાકારક કોડેઇન યુકત બોટલો નંગ ર૭ કિ. રૂા. ૬૦૭પ ની કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ. (પ-૧૪)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
