News of Friday, 11th July 2025
સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ પાલીકાના ચિફ ઓફીસરની બદલી
ગુજરાત રાજયની ર૯ પાલીકાના ચીફ ઓફીસરો બદલાયા

રાજકોટ, તા., ૧૧ : સૌરાષ્ટ્રના ૧૧ સહિત ગુજરાતના ર૯ ચીફ ઓફીસરોની બદલી કરાઇ છે.
ઉપલેટાના ચીફ ઓફીસર નિલમબેન ઘેટીયાને કુતિયાણામાં જયારે કુતિયાણાના ચીફ ઓફીસર દેવીબેન ચાવડાને તાલાલા મુકવામાં આવ્યા હતા. એજ રીતે જસદણના રાજુભાઇ શેખને ધંધુકા, હળવદના તુષારભાઇ જાલરીયાને અંજાર, વેરાવળ પાટણનાં પાર્થીવભાઇ પરમારને જેતપુર, નવાગઢ, કોડીનારના વિનોદ રાઠોડને અમરેલી, સિક્કાના રાહુલ કરમુરને ખંભાળીયા, થાનગઢના જીતેન્દ્ર પટેલને રાધનપુર, જેતપુર નવાગઢના અશ્વિનભાઇ ગઢવીને કોડીનાર, જામજોધપુરના ચીફ ઓફીસર મેહુલ જોધપુરને જસદણ બદલી કરવામાં આવી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
