News of Friday, 11th July 2025
ઉનાનો મછૂન્દ્રી નદીનો જર્જરિત પુલ વહેલી તકે નવો બનાવવાની માગણી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૧ :.. મછૂન્દ્રી નદીનો જર્જરિત પુલ વહેલી તકે નવો બનાવવા માગણી ઉઠી છે.
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસીકભાઇ ચાવડાએ ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે ઉના શહેરમાંથી પસાર થતો રોડ ઉનાની મછૂન્દીની નદીના પુલ પરથી દરરોજના હજારો વાહનો પસાર થાય છે.
ઉના અને ભાવનગર - અમરેલી જિલ્લાને જોડતો આ પુલ ઘણા વર્ષોથી બનેલ છે. અને હાલ જર્જરિત અવસ્થાનમાં છે. દર વર્ષે રીપેર કરીને ચલાવવામાં આવે છે.
આ અંગે રસિકભાઇ ચાવડાએ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ રીપેરીંગ કરી છે. ચલાવવામાં આવે છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
