<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

દ્વારકા શારદાપીઠ ખાતે ગુરૂપૂર્ણિમા પર્વ ઊજવાયું: રાજ્‍યસભા સાંસદ, આગેવાનો દ્વારા ભાવપૂર્ણ ગુરૂવંદના

 

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૧: દ્વારકાના શારદાપીઠ ખાતે  ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિ શંકરાચાર્યજી તેમજ વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીજીની પાદુકાનું પૂજન કરી ભાવપૂર્ણ ગુરૂવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે દ્વારકાધીશના પરમભકત અને રાજયસભા સાંસદ બાબુભાઈ દેસાઈ તેમજ સ્‍થાનીય અગ્રણીઓએ ગુરૂપૂજન કરી બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ મેળવ્‍યા હતા.(તસ્‍વીરઃ દિપેશ સામાણી, દ્વારકા)

(12:15 PM IST)