<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ઘડી ડીટર્જન્‍ટ (RSPL ગળપ) દ્વારા દેવભૂમિ દ્વારકાની ૩૬ શાળાઓમાં અંદાજે ૨૧૦૦૦ જેટલી નોટબુકસ તથા ૧૦૦૦ એજ્‍યુકેશન કીટનું વિતરણ કરાયું

દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી ઘડી ડીટર્જન્‍ટ (RSPL ગળપ) દ્વારા શિક્ષણ પ્રત્‍યેની જવાબદારી નિભાવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ RSPLવેલ્‍ફેર ફાઉન્‍ડેશનના માધ્‍યમથી દેવભૂમિ દ્વારકાની ૩૬ જેટલી શાળાઓમાં અંદાજે ૨૧૦૦૦ જેટલી નોટબુકસનું વિતરણ કરવામાં આવેલ. શાળા પ્રવેશોત્‍સવના સુવર્ણ અવસરે અને કન્‍યા કેળવણીના ભાગરૂપે બાળકો માટે તૈયાર કરેલી ૧૦૦૦ જેટલી એજ્‍યુકેશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં શૈક્ષણિક સાધનો, સ્‍કુલ બેગ, નોટબુક, પેન્‍સિલ સેટ, શાર્પનર, રબર સહિત પાણીની બોટલનો સમાવેશ થાય છે. આ સરાહનીય પહેલથી ગામડાના બાળકોમાં શિક્ષણ પ્રત્‍યે રૂચિ વધારવા અને તેમને પ્રોત્‍સાહિત કરવા માટેના આ યોગદાન બદલ શાળાના આચાર્યો, શિક્ષકો તથા સ્‍થાનીક લોકો અને આગેવાનો દ્વારા ઘડી ડીટર્જન્‍ટ (RSPL ગળપ) નો તથા કર્મચારીઓનો આભાર વ્‍યકત કર્યો હતો. 

 

(12:28 PM IST)