News of Friday, 11th July 2025
જામનગરમાં લાલ બંગલા સર્કલમાં તૂટી રહેલા પુલ મુદ્દે કોંગ્રેસી કાર્યકરોનુ પાટાપિંડી સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન : મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું : કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ :જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલમાં તૂટી રહેલા પુલને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જામનગરના કોંગ્રેસી કાર્યકરોએ પાટાપિંડી સાથે રસ્તા પર ઉતરી પુલ તૂટવાને કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે સરકાર કુંભકરણની નિંદ્રામાં હોય અને કોઈ પણ પ્રકારના એક્શન નથી લેવાતા તેવા આક્ષેપ સાથે મુખ્યમંત્રીનું રાજીનામું માંગી રાજ્યની વર્તમાન ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. અને વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા તરફ જઈ રહેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે અટકાયત કરી છે.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
