News of Friday, 11th July 2025
ગોંડલના ગુંદાળા ગામ પાસે ટ્રક હડફેટે અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ, તા., ૧૧: ગોંડલના ગુંદાળા ગામ પાસે ટ્રક હડફેટે અજાણ્યા યુવાનનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળાની અનીડા ભાલોડી ગામ તરફ જતા રોડ ઉપર ટાટા કંપનીના ટ્રક નં. જીજે ૩ બીડબલ્યુ ૮૪૬૦ના ચાલકે હડફેટે લેતા તેનું મોત નિપજયું હતું. ગોંડલ તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
