News of Friday, 11th July 2025
ઉપલા દાતાર ગુરુપૂર્ણિમા મહોત્સવ

જુનાગઢ, ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે બંને ગુરુવર પુજય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ રાત્રીના ભજન સંધ્યા સંતવાણીના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે સર્વે દાતાર પ્રેમી અને દાતાર સેવકો મોટી સંખ્યામાં દાતાર બાપુના દર્શન કરવા જય ચડ્યા હતા. જેમાં અત્યારે વરસાદી વાતાવરણ અને ખુશ્નુના વાતાવરણ વચ્ચે દાતાર બાપુની આ ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે હજારો ભક્તોએ દાતાર બાપુના દર્શન કરી અને ધન્ય બન્યા હતા અને જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પધારેલા સર્વે ભાવિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
