<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ધોરાજીના નાની પરબડી ગામે લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતો બોગસ ડોકટર પકડાયો

રાજકોટ તા.૧૧: ધોરાજીના નાની પરબડી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને ઝડપી લીધો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ નાની પરબડી  ગામે બોગસ ડોકટર કલીનીક ચલાવી લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતો હત્‍યાની તાલુકા પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસના લોકો (નિકુંજભાઇ) સુતરીયા સહિતના સ્‍ટાફે નાની પરબડી ગામે બસ સ્‍ટેન્‍ડ પાસે પંચાયત મકાનમાં આજે પ્રાયમરી હેલ્‍થકેર કલીનીકમાં દરોડો પાડી મેડીકલ પ્રેકટીસ કરતા ચેતન રતીભાઇ રાણપરીયા (રહે.) ધોરાજી હિરપરા વાડીની પૂછતાછ કરતા તેની પાસે કોઇ ડિગ્રી ન હોવાનું અને લાયકાત ધરાવતો હોય તેની ધરપકડ કરાઇ હતી.

તાલુકા પોલીસે કલીનીકમાંની દવાની ગોળીઓ, બાટલા, ઇન્‍જેકશનો, નીડલ, સ્‍ટેનોકોપ સીરપ તથા મેડીકલ પ્રેકટીસને લગતો સામાન કિ. ૨૩,૩૯૪ કબ્‍જે કર્યો હતો.

(2:13 PM IST)