<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

નેગોશીયેબલના ગુન્હામાં સજા થયેલ નાસતા ફરતા આરોપી ઝડપી લેતી જામનગર એસઓજી

જોડીયા રોડ ઉપર આવેલ જયશ્રી બજરંગ પેટ્રોલીયમ, ખીરી ગામના પાટીયા પાસેથી ઝડપી લેવાયો

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા રહેલ હતા.

   દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના જયેશભાઈ પઢેરીયા તથા વિજયભાઇ કારેણા તથા ધર્મેન્દ્રભાઈ પટેલને હકિકત મળેલ કે, નામદાર ૦૭માં એડી.ચીફ જયુડી.મેજી.ની કોર્ટ જામનગરના ક્રીમીનલ કેશ નંબર

.૧૯૦૬/૨૦૨૪ તથા નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તકસીરવાર ઠરાવી સજાનો હુકમ કરવામાં આવેલ છે તે આરોપી રમેશભાઈ લાખાભાઈ સભાયા (રહે. ઠેબા ગામ તા.જી. જામનગર વાળો) હાલ તે જોડીયા રોડ ઉપર આવેલ જયશ્રી બજરંગ પેટ્રોલીયમ, ખીરી ગામના પાટીયા પાસે ઉભો હોવાની હકિકત મળતા જેથી સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય જે નાસતો ફરતો હોય જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે પંચ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આરોપી રમેશભાઈ લાખાભાઈ સભાયા (રહે. ઠેબા ગામ તા.જી. જામનગર ) 

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(8:35 PM IST)