<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

જૂનાગઢના ધંધુસર ગામ પાસેનો ઉબેણ નદી પરનો બ્રિજ પણ બિસ્માર :ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો

બ્રિજનો એક ગાળો તૂટી ગયો, બીજા ગાળા પણ જર્જરિત, તાત્કાલિક બ્રિજને નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ

જૂનાગઢ જિલ્લાના જર્જરિત બ્રિજ અંગે માર્ગ-મકાન વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે ધંધુસર ગામ નજીક આવેલો ઉબેણ નદી પરનો બ્રિજ પણ બિસ્માર બન્યો હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. સ્થાનિકોની માગ છે કે બ્રિજનો એક ગાળો તૂટી ગયો હતો, બીજા ગાળા પણ જર્જરિત થઈ ગયા છે. તાત્કાલિક બ્રિજને નવો બનાવવામાં આવે તેવી માગ કરાઈ છે.

વર્ષ 2023માં બ્રિજ ધરાશાયી થયો હતો. ત્યારે પાઈપ નાખી માત્ર મરામત કરી ફરી શરૂ કરાયો હતો. બ્રિજ નવો બનાવવા માટે 2 વર્ષથી સરકારમાં દરખાસ્ત કરાઈ છે. પરંતુ હજુ સુધી વહીવટી મંજૂરી મળી નથી જેના કારણે બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. જોકે હવે વડોદરામાં દુર્ઘટના બન્યા બાદ ગંભીરતા સમજી માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી. તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી.

(9:33 PM IST)