News of Friday, 11th July 2025
જામનગર LCB ની મોટી કાર્યવાહી : સોયલગામ ટોલનાકા પાસેથી કાર સહિત ૧૨.૮૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો : ૨ ઝડપાયા!
બલેનો અને મહિન્દ્રા ક્વાન્ટો કારમાંથી ૨૯૨ બોટલ ઇંગ્લિશ દારૂ, બિયર ટીન અને મોબાઈલ ફોન સહિતનો જથ્થો જપ્ત : રાજસ્થાનથી સપ્લાય કરનાર અને ઓર્ડર આપનાર ફરાર : વધુ તપાસ ચાલુ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. સોયલગામના ટોલનાકા પાસેથી બે કારમાંથી વિદેશી દારૂની બોટલો, બિયર ટીન, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ રૂપિયા ૧૨,૮૦,૭૨૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ વડાના સૂચના અનુસાર, જામનગર જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા એલ.સી.બી. સક્રિય બની છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ. પી.એન.મોરી અને સી.એમ.કાંટેલીયા સહિતના સ્ટાફ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ અને રૂષીરાજસિંહ વાળાને મળેલી ખાનગી બાતમીના આધારે, સોયલગામના ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબની બે કાર, બલેનો કાર નંબર GJ.૩૭.J.૯૫૧૦ અને મહિન્દ્રા ક્વાન્ટો નંબર GJ.૭.BN.૧૪૨૦, શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને રોકવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ:
* કમલેશ મેરામણભાઈ નંદાણીયા (ઉં.વ. ૨૫, ધંધો: ખેતી, રહે: સેઢાખાઈ ગામ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)
* નીલેશ વેજસીભાઈ કનારા (ઉં.વ. ૩૧, ધંધો: મજુરી, રહે: મોટા કાલાવડ ગામ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
* ઇંગ્લિશ દારૂની બોટલો: ૨૯૨ નંગ (કિંમત: ૨,૫૩,૩૨૪/- રૂપિયા)
* બિયર ટીન: ૨૪ નંગ (કિંમત: ૨,૪૦૦/- રૂપિયા)
* મોબાઇલ ફોન: ૩ નંગ (કિંમત: ૨૫,૦૦૦/- રૂપિયા)
* કાર: ૨ (કિંમત: ૧૦,૦૦,૦૦૦/- રૂપિયા)
* કુલ મુદ્દામાલ: ૧૨,૮૦,૭૨૪/- રૂપિયા
ફરાર આરોપીઓ:
આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનારને પકડવાની કાર્યવાહી એલ.સી.બી. દ્વારા ચાલુ છે. ફરાર આરોપીઓમાં જયજતા વાઇન શોપ, જોધપુર રેલ્વે સ્ટેશન રોડ, જોધપુર, રાજસ્થાન (જથ્થો આપનાર) અને વિજય બગડા, રહે. મોરજર, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા (જથ્થો મંગાવનાર) નો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન.મોરી અને સી.એમ.કાંટેલીયા, તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી અને બીજલભાઇ બાલાસરા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
