<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

મોરબીમાં જયા-પાર્વતી વ્રત જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્પ લાઈન સેન્ટર કાર્યરત રહેશે.

આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેરના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.

જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી -મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેરના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે. કોઈ પણ પ્રકાર ની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતીના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.૯૦૮૧૪૨૫૧૦૮ તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લાના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.૭૮૦૨૯૨૮૨૮૮ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.


 

(11:17 PM IST)