હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર એલ.સી.બી.નો સપાટો : ધ્રોલના રોજીયા ગામમાંથી ઘોડીપાસાનો જુગાર ઝડપાયો : ૯.૪૨ લાખના મુદ્દામાલ સાથે ૮ પકડાયા!
ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.ના દરોડા : રોકડા ૨ લાખથી વધુ, મોબાઈલ ફોન અને કાર સહિતનો જથ્થો જપ્ત : ૪ આરોપીઓ ફરાર : પોલીસ વધુ તપાસમાં

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ, તા. ૧૧ જુલાઈ, ૨૦૨૫: જામનગર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં આવેલી એક ઓરડીમાં ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર દરોડો પાડી આઠ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ ૯,૪૨,૮૫૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લાના પોલીસ વડાની સૂચના અનુસાર, જિલ્લામાંથી દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવા માટે એલ.સી.બી. સક્રિય બની છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી અને પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારના કેસ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના અજયભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજા અને સુમીતભાઇ શિયારને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, રોજીયા ગામે સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર અને સંજયસિંહ જશુભા જાડેજા બંને સાથે મળીને સંજયસિંહ જશુભા જાડેજાની કબજા ભોગવટાની વાડીના ખેતરમાં આવેલી ઓરડીમાં બહારથી માણસો ભેગા કરીને ઘોડીપાસા વડે જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા હતા અને પોતાના અંગત ફાયદા સારુ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હતા.
પોલીસે તાત્કાલિક દરોડો પાડી આઠ ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
* સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર (ઉં.વ. ૩૫, ધંધો: મજુરી, રહે: નવાગામ ઘેડ, સરસ્વતી સોસાયટી, જામનગર)
* ભરતભાઇ વજશીભાઇ ડાંગર (ઉં.વ. ૫૦, ધંધો: ખેતી, રહે: શંકર ટેકરી, પાણીના ટાંકાની પાસે, જામનગર)
* અનવરમીયા આમદમીયા ફકીર (ઉં.વ. ૪૩, ધંધો: મજુરી, રહે: શંકર ટેકરી, પાણીના ટાંકાની પાસે, જામનગર)
* જાવેદ અલીમામદભાઇ બ્લોચ (ઉં.વ. ૩૭, રહે: શંકર ટેકરી, પાણીના ટાંકાની પાસે, જામનગર)
* મુસ્તુફા કાસમભાઇ ખીરા (ઉં.વ. ૨૬, ધંધો: ડ્રાઇવિંગ, રહે: હર્ષદમીલની ચાલી, જાગૃતી કોલોની, જામનગર)
* મહેશભાઇ નરશીભાઇ થાપા (ઉં.વ. ૪૪, ધંધો: મજુરી, રહે: નાગેશ્વર કોલોની, નવ ડેરી પાછળ, જામનગર)
* આશીફ યુનુસભાઇ ખફી (ઉં.વ. ૨૭, રહે: કાલાવડ નાકા બહાર, સિધ્ધનાથ સોસાયટી, જામનગર)
* અજીજખાન આમદખાન સરવાણી (ઉં.વ. ૫૯, રહે: ભણસારીવાસ, ટીંબા ફળી, ગીરનારી શેરી નં-૧, જામનગર)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
* રોકડા રૂપિયા: ૨,૦૨,૮૫૦/-
* મોબાઇલ ફોન: ૮ નંગ (કિંમત: ૪૦,૦૦૦/- રૂપિયા)
* કાર: ૧ (કિંમત: ૭,૦૦,૦૦૦/- રૂપિયા)
* કુલ મુદ્દામાલ: ૯,૪૨,૮૫૦/- રૂપિયા
ફરાર આરોપીઓ:
આ કાર્યવાહી દરમિયાન, ચાર આરોપીઓ હીતેન્દ્રસિંહ ઉર્ફ મીથુન અભેસંગ ઝાલા (રહે. નવાગામ ઘેડ, જામનગર), સંજયસિંહ જશુભા જાડેજા (રહે. રોજીયા ગામ, તા. ધ્રોલ, જિ. જામનગર), સિધ્ધરાજસિંહ જટુભા જાડેજા (રહે. નવાગામ ઘેડ, જામનગર) અને દિનેશ (રહે. ગુલાબનગર, જામનગર) નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તેમને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પો.ઇન્સ. વી.એમ. લગારીયા અને ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા, તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શિયાર, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી અને બીજલભાઇ બાલાસરા સહિતના સ્ટાફે ઉમદા કામગીરી બજાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
