તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 12th July 2025
સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને 1 હજાર કિલો કચ્છની ખારેકનો અન્નકૂટ: 536 છત્રીઓનો શણગાર : જુઓ વિડિઓ
મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ તા.૧૨ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિતે આજે શ્રીકષ્ટભંજનદેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફૂલ વાઘા અને દાદાના સિંહાસન- ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો હતો, મંગળા આરતી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ ખારેકનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મેઘધનુષ્યની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘા સાત દિવસની મહેનતે અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા. આ ઉપરાંત દાદાના સિંહાસન, ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 રંગબેરંગી છત્રીનું ડેકોરેશન કરાયું છે. તો હનુમાજીને આજે 1 હજાર કિલો કચ્છની ફેમસ ખારેક ધરાવવામાં આવી છે. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
