News of Saturday, 12th July 2025
ઘાંટવડના રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમે પુ.ઇન્દ્રભારતીબાપુની સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાંની ઉજવણી

જૂનાગઢઃ કોડીનાર નજીક આવેલ ઘાંટવડના રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમહંત પુ.ઇન્દ્રભારતીયજી મહારાજના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાંની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ૧૦/૧૦ કલાકે બ્રહમલીન મહંત પુ.પ્રેમભારતીબાપુની સમાધીનું પુ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા શાસ્ત્રોકતવિધી સાથે પુજન કરવામાં આવેલ બાદમાં સેવક સમુદાય દ્વારા પુ.ઇન્દ્રભારતી બાપુનુ પુજન કરાયુ હતું આ પ્રસંગે પુ.બાપુના સેવક લખનભાઇ ઓડેદરા રામભાઇ બસરાણી સહિતના સેવકો એ પણ ભાવવંદના કરી હતી અને પુ.બાપુના માર્ગદર્શન હેઠળ મહામંડલેશ્વર મુકતાનંદભારતીજી મહારાજ દ્વારા વ્યવસ્થા ગોઠવી હતી અને ભાવિકો બહોળી સંખ્યામાં પુજન દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. (અહેવાલઃ વિનુજોષી-તસ્વીર મુકેશ વાઘેલા) ૩.૩)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
