<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ : જામનગરના મંદિરોમાં પૂજન- અર્ચન મહાપ્રસાદ વિતરણ

રિલાયન્સ દ્વારા ખાસ મહાપ્રસાદ ભગવાન સમક્ષ ધરવામાં આવ્યો : મંદિરોમાં આવતા ભાવિકોએ પણ અંબાણી પરિવારની આસ્થા અને શ્રદ્ધાને લઈને અનંત તેમજ રાધિકાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : રિલાયન્સ અને અંબાણી પરિવારના મુકેશ અંબાણી અને શ્રીમતી નીતા અંબાણીના સુપુત્ર તેમજ કોકીલાબેન અને સ્વ. ધીરુભાઈ અંબાણીના પૌત્ર અનંત અંબાણી તેમજ રાધિકા મર્ચન્ટ લગ્નગ્રંથિથી જોડાયાને એક વર્ષ થયું છે ત્યારે ભક્તિભાવમાં માનતો અંબાણી પરિવાર આજે પણ તેમની આ પ્રથમ ખુશીમાં જામનગરના મંદિરોમાં ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. 

જામનગરમાં આવેલા વર્ષો જૂના સત્યનારાયણ મંદિર ઉપરાંત ભીડ ભજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, ગાયત્રી શક્તિપીઠ, સિધ્ધનાથ મહાદેવ મંદિર, હાપા ન જલારામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત જોગણી માતાનું મંદિર, જોગવડમાં આવેલ આશાપુરા માતાજીના મંદિર સહિતના ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના અને મહાપ્રસાદ વિતરણ નું આયોજન કરી સવારથી જ ઉજવણી કરવામાં આવી રહી છે. 

મંદિરોમાં આવતા ભાવિકોએ પણ અંબાણી પરિવારની આસ્થા અને શ્રદ્ધાને લઈને અનંત તેમજ રાધિકાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ભગવાનને પણ દર્શન કરી રિલાયન્સ દ્વારા ખાસ મહાપ્રસાદ ભગવાન સમક્ષ ધરવામાં આવ્યો તેની પ્રસાદી લઈ પોતાનો અહોભાવ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. સવારથી જ મંદિરોમાં શૃંગાર આરતી થી લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમો થતી સૌપ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતા અનંત અંબાણી અને રાધિકા અંબાણીની આ પહેલને લોકો પણ સરાહી રહ્યા છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:22 AM IST)